હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત પીછેહઠ નહિ કરે તો ટ્રમ્પ પણ રાહત નહિ આપે
ટેરિફને લઇને અમેરિકી સલાહકાર કેવિન હૈસેટની ભારતને ધમકી : ભારત - અમેરિકી વ્યાપારી સંબંધો વધુ વણસ્યા : ભારત નહિ ઝુકે તો ટ્રમ્પ પણ નહિ ઝુકે : ભારતનું વલણ અડગ રહયું છે : ભારત સાથેના સંબંધોને જટિલ ગણાવ્યા

વોશિંગ્ટન, તા.૨૮: અમેરિકા અને ભારત વચ્ચે વેપાર તણાવ ફરી એકવાર વધ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિકાસ કરાયેલા માલ પર ૫૦% ટેરિફ લાદ્યો છે. આ દરમિયાન ટેરિફને લઈને અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આર્થિક સલાહકાર કેવિન હેસેટે ભારતને ચેતવણી આપી છે. હેસેટે કહ્યું કે જો ભારત હળવું કરવાનો ઇનકાર કરશે તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમનું વલણ નરમ નહીં કરે. કેવિન હેસેટ યુએસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર છે. તેમની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે બુધવાર ૨૭ ઓગસ્ટથી ભારતીય આયાત પર ટેરિફ બમણા થઈને ૫૦% થઈ ગયા છે.
ટ્રમ્પના ટોચના સલાહકારે બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, ૅજો ભારતીયો હળવું નહીં કરે તો મને નથી લાગતું કે રાષ્ટ્રપતિ હળવું કરશે. હેસેટે આરોપ લગાવ્યો હતો કે ભારત યુએસ ઉત્પાદનો માટે પોતાનું બજાર ખોલવામાં હઠીલું વલણ અપનાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો નવી દિલ્હી પોતાની જમીન ખોલવાનો ઇનકાર કરશે, તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમનું વલણ વધુ કડક કરી શકે છે.
હેસેટે બુધવારે (સ્થાનિક સમય) કહ્યું કે જો ભારત પીછેહઠ નહીં કરે, તો મને નથી લાગતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ કોઈ છૂટ આપશે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતી વખતે, તેમણે ભારત પર અમેરિકન ઉત્પાદનો માટે પોતાનું બજાર ન ખોલવામાં હઠીલા હોવાનો આરોપ લગાવ્યો અને સંકેત આપ્યો કે જો ભારત પીછેહઠ કરવાનો ઇનકાર કરે છે તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાનું વલણ કડક કરી શકે છે.
હેસેટે કહ્યું, મને લાગે છે કે આ એક જટિલ સંબંધ છે. તેનો એક ભાગ રશિયા પર દબાણ લાવવાના અમારા પ્રયાસો સાથે સંબંધિત છે જેથી શાંતિ કરાર થઈ શકે અને લાખો લોકોના જીવ બચાવી શકાય. અને પછી તેનું બજાર ખોલવામાં ભારતનું હઠીલા વલણ પણ આમાં શામેલ છે. તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શને પુષ્ટિ આપી છે કે બુધવારથી ભારતીય માલ પર ટેરિફમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ૬ ઓગસ્ટના એક્ઝિકયુટિવ ઓર્ડર પછી આ પગલું લેવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ ભારત દ્વારા રશિયન તેલની ખરીદી અને વેપાર કરારમાં વિલંબ છે.
હેસેટે વાટાઘાટોને લાંબી પ્રક્રિયા ગણાવી હતી અને કહ્યું હતું કે ધીરજને નબળાઈ ન ગણવી જોઈએ. જ્યારે તમે વેપાર વાટાઘાટો જુઓ છો, ત્યારે એક પાઠ એ છે કે તમારે હંમેશા લાંબા અંતર પર નજર રાખવી જોઈએ અને સમજવું જોઈએ કે અંતિમ કરાર પહેલા ઉતાર-ચઢાવ આવશે.
યુએસ નાણામંત્રીએ ભારત સાથે કરારની શકયતા વ્યક્ત કરી હતી.
અગાઉ, યુએસ નાણામંત્રી સ્કોટ બેસન્ટે પણ દ્વિપક્ષીય સંબંધો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે આ સંબંધ ચોક્કસપણે જટિલ છે, પરંતુ તેમને વિશ્વાસ છે કે આખરે બંને દેશો સાથે આવશે. ફોક્સ બિઝનેસને આપેલા ઇન્ટરવ્યુમાં, બેસન્ટે કહ્યું હતું કે તેમને આશા છે કે મે અથવા જૂન સુધીમાં ભારત સાથે વેપાર કરાર થઈ જશે.
તેમણે કહ્યું કે ભારતનું વલણ ઢોંગી છે. આ તેમના અગાઉના નિવેદનોથી અલગ છે જ્યારે તેમણે કહ્યું હતું કે ભારત વાટાઘાટોમાં કંઈક અંશે અસહકાર કરી રહ્યું છે.
બેસન્ટે કહ્યું, આ એક ખૂબ જ જટિલ સંબંધ છે. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ટોચના સ્તરે ખૂબ જ સારા સંબંધો છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે અને અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. મને વિશ્વાસ છે કે અંતે આપણે સાથે આવીશું.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
