રશિયાએ યુક્રેન પર કર્યો ભયંકર હુમલો : ૮ના મોત
૩૮ થી વધુને ઇજા : કિવ પર ડ્રોન અને મિસાઇલોનો વરસાદ : રહેણાંક વિસ્તારમાં હુમલો

કિવ, તા.૨૮: રશિયાએ યુક્રેન પર તેના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. તેણે યુક્રેનની રાજધાની કિવને ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો. આ હુમલામાં એક બાળક સહિત ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા જ્યારે ૩૮ લોકો ઘાયલ થયા. હુમલામાં કિવમાં ૨૦ થી વધુ સ્થળોને નુકસાન થયું. આ હુમલાઓનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં, રહેણાંક ઇમારત પર બે મિસાઇલો પડતા જોઈ શકાય છે. કિવ પરના હુમલાને રશિયા દ્વારા એક વ્યૂહાત્મક ચાલ માનવામાં આવે છે.
કિવના શહેરી વહીવટના વડા તૈમુર તાકાચેન્કોએ પ્રાથમિક માહિતી ટાંકીને જણાવ્યું હતું કે, મળતકોમાં ૧૪ વર્ષની છોકરી પણ શામેલ છે. મળત્યુઆંક વધવાની ધારણા છે. ટાકાચેન્કોએ જણાવ્યું હતું કે ડાર્નિત્સકી પ્રાંતમાં પાંચ માળની રહેણાંક ઇમારત પર સીધો હુમલો થયો હતો. ૅબધું જ નાશ પામ્યું છે,ૅ તેમણે કહ્યું. મધ્ય કિવમાં થયેલા હુમલામાં કાચના ટુકડા મુખ્ય શેરીમાં વિખેરાઈ ગયા હતા.
યુક્રેનમાં ત્રણ વર્ષ ચાલેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન આ મહિનાની શરૂઆતમાં મળ્યા હતા ત્યારબાદ ગુરુવારે થયેલો હુમલો કિવ પર રશિયાનો પહેલો મોટો ડ્રોન અને મિસાઈલ હુમલો છે. જોકે તે બેઠક પછી તરત જ યુદ્ધને સમાપ્ત કરવાના રાજદ્વારી પ્રયાસો તીવ્ર બન્યા હતા, પરંતુ આગામી પગલાં વિશે બહુ ઓછી માહિતી બહાર આવી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આશા વ્યક્ત કરી છે કે જો પુતિન યુદ્ધને સમાપ્ત કરવા અંગે ગંભીરતા નહીં બતાવે, તો યુએસ રશિયન અર્થતંત્રને પંગુ બનાવવા માટે વધુ કડક પ્રતિબંધો લાદશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
