હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીએમ મોદી અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ નુઆખાઈ પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી: ખેડૂતોની મહેનત પ્રત્યેની ઊંડી કૃતજ્ઞતા
નુઆખાઈ પશ્ચિમ ઓડિશાનો મહત્વપૂર્ણ પાકનો તહેવાર છે, જે ગણેશ ચતુર્થીના બીજા દિવસે ઉજવાય છે. ખેડૂતો નવું અનાજ દેવી-દેવતાઓને અર્પણ કરી માને છે આભાર

નવી દિલ્હી : પશ્ચિમ ઓડિશાના સૌથી મોટા કૃષિ તહેવાર *'નુઆખાઈ'*ના શુભ અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ દેશ અને રાજ્યના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી કૃતજ્ઞતા
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્વીટ કરીને કહ્યું, "નુઆખાઈ પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર આપણને ખેડૂતોની મહેનત પ્રત્યેની ઊંડી કૃતજ્ઞતાની યાદ અપાવે છે. દરેકના ઘરમાં સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ખુશીઓ આવે. નુઆખાઈ જુહાર!"
ઓડિશાના મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો ઉત્સાહ
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે નુઆખાઈ ઓડિશાની સમૃદ્ધ કૃષિ પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. તેમણે આ તહેવારને સમુદાયિક સૌહાર્દ અને ભાઈચારાનું પ્રતીક પણ ગણાવ્યું.
શું છે નુઆખાઈ?
નુઆખાઈ એ પશ્ચિમ ઓડિશાનો એક મહત્વપૂર્ણ પાકનો તહેવાર છે, જે ગણેશ ચતુર્થીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ખેડૂતો પોતાના નવા પાકના અનાજ દેવી-દેવતાઓને અર્પણ કરીને પ્રકૃતિ અને ભગવાનનો આભાર માને છે. ધાર્મિક વિધિઓ પછી, પરિવારો અને સમુદાયો એકસાથે પરંપરાગત નૃત્ય, સંગીત અને ભોજનનો આનંદ માણે છે. આ તહેવાર સંબલપુર, સુંદરગઢ, કાલાહાંડી, નુઆપાડા, અને બાલનગીર જેવા જિલ્લાઓમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
