News of Friday, 29th August 2025
ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતીય અર્થતંત્રમાં ગુલાબી તેજી :GDP 7.7 ટકાનો જંગી ઉછાળો
ભારતે ફરી એકવાર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો ખિતાબ જાળવી રાખ્યો

નવી દિલ્હી :સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જૂન 2025ના ત્રિમાસિક ગાળા દરમિયાન ભારત GDPમાં 7.8 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડો ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 6.5 ટકાના વિકાસ દર કરતા સારો છે. જ્યારે, પાછલા ત્રિમાસિક ગાળામાં GDP દર 7.4 ટકા હતો. ઔદ્યોગિક વિકાસને કારણે કામગીરી પર દબાણ હતું. આ વૃદ્ધિ દર RBIના 6.5 ટકાના અંદાજ કરતા પણ વધારે છે. RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળા માટે GDP દર 6.5 ટકા, બીજા ત્રિમાસિક ગાળા માટે 6.7 ટકા, ત્રીજા ત્રિમાસિક ગાળા માટે 6.6 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળા માટે 6.3 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે.
પીટીઆઈના સમાચાર મુજબ, અમેરિકા દ્વારા ભારત પર ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા તે પહેલાં આ વૃદ્ધિ થઈ છે. શુક્રવારે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ વૃદ્ધિમાં કૃષિ ક્ષેત્રનો નોંધપાત્ર ફાળો છે. આ ત્રિમાસિક ગાળામાં કૃષિ ક્ષેત્રે 3.7 ટકાનો વિકાસ નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.5 ટકા હતો. સરકારનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત રીતે વૃદ્ધિ પામશે, જોકે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને ચોમાસાની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
ભારતે ફરી એકવાર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો ખિતાબ જાળવી રાખ્યો છે. આ પ્રદર્શનની તુલનામાં, ચીનનો GDP વૃદ્ધિ દર સમાન સમયગાળામાં 5.2 ટકા રહ્યો. ઉત્પાદન ક્ષેત્રે થોડો સુધારો દર્શાવ્યો અને 7.7 ટકાનો વિકાસદર નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 7.6 ટકા હતો. અગાઉનો સૌથી વધુ GDP વૃદ્ધિ દર જાન્યુઆરી-માર્ચ 2024 માં જોવા મળ્યો હતો, જ્યારે અર્થતંત્ર 8.4 ટકાના દરે વધ્યું હતું.
આ મહિનાની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2025-26 માટે GDP વૃદ્ધિ દર 6.5% રહેવાનો અંદાજ લગાવ્યો હતો. એપ્રિલ-જૂનનો 7.8% નો વિકાસ દર RBI ના અંદાજ કરતા ઘણો વધારે છે, જે આર્થિક મજબૂતાઈ તરફ ઈશારો કરે છે, જોકે ભારે યુએસ ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓની અસર ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
