News of Friday, 29th August 2025
મોદી-રાહુલને કેટલો ફાયદો? 'જો આજે લોકસભા ચૂંટણી થાય તો...', નવા સર્વેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા
કોને કેટલી બેઠકો?: મોદીનું પ્રદર્શન અને વોટ શેર: આ સર્વે સૂચવે છે કે બંને મોટા ગઠબંધનો વચ્ચેનો મુકાબલો હવે વધુ નજીકનો અને રોમાંચક બન્યો, દરેક વોટ મહત્વપૂર્ણ

નવી દિલ્હી: રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડતા એક નવા સર્વેક્ષણમાં લોકસભા ચૂંટણીના સંભવિત પરિણામોનો ખુલાસો થયો છે. સી-વોટર દ્વારા હાથ ધરાયેલા આ સર્વેમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે જો આજે લોકસભા ચૂંટણી યોજાય, તો ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને ૨૦૨૪ની ચૂંટણી કરતાં વધુ બેઠકો મળી શકે છે, જ્યારે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પણ પોતાની બેઠકોમાં વધારો કરી શકે છે.
ઓગસ્ટ ૨૦૨૫ના સર્વે મુજબ, સંભવિત પરિણામો નીચે મુજબ છે:
NDA: ૩૨૪ બેઠકો
I.N.D.I.A.: ૨૦૮ બેઠકો
અન્ય: ૧૧ બેઠકો
આ આંકડા ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામો (NDA ૨૯૩, I.N.D.I.A. ૨૩૪) કરતાં સ્પષ્ટપણે અલગ છે અને તે સૂચવે છે કે NDA અને I.N.D.I.A. બંને ગઠબંધનોને ફાયદો થઈ રહ્યો છે.
સર્વેમાં વડાપ્રધાન મોદીના પ્રદર્શન અંગે પણ લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો. આશરે ૩૪% લોકોએ તેમના પ્રદર્શનને 'ખૂબ સારું' ગણાવ્યું, જ્યારે ૨૪% લોકોએ તેને 'સારું' માન્યું.
વોટ શેરની વાત કરીએ તો: NDA: ૪૬.૭% (૨૦૨૪માં ૪૩%) I.N.D.I.A.: ૪૦.૯% (૨૦૨૪માં ૪૦%)
આ સર્વે સૂચવે છે કે બંને મોટા ગઠબંધનો વચ્ચેનો મુકાબલો હવે વધુ નજીકનો અને રોમાંચક બન્યો છે, જ્યાં દરેક બેઠક અને દરેક વોટ મહત્વપૂર્ણ બની રહેશે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
