News of Saturday, 30th August 2025
મેદસ્વી પ્રવાસીએ હવે વધારાની સીટ બુક કરાવવી પડશેઃ યુએસ એરલાઈન્સની નવી નીતિ
૨૬,જાન્યુઆરી ૨૦૨૭થી નવી નીતિ અમલી બનશે : પ્લસ સાઇઝ પ્રવાસી માટે સાઉથવેસ્ટ એરલાઇને નવી નીતિ ઘડી કાઢી, લેગ રૂમ માટે પણ વધારાના ચાર્જની ચુકવણી કરવી પડશે

નવી દિલ્હી તા.૩૦: વર્તમાનમાં મેદસ્વિતા મોટી સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ વિશ્વની પત્યેક આઠમી વ્યક્તિ મેદસ્વી ( પ્લસ સાઈઝ) છે. આ દરમિયાન અમેરિકાની એક એલાઈને મેદસ્વિતા પીડિત પવાસી માટે એક નવી નીતિ ઘડી કાઢી છે. સાઉથવેસ્ટ એરલાઈ ને નિર્ણય લીધો છે કે પ્લઝ સાઈઝ પ્રવાસીઓએ હવે વિમાનમાં એક વધારાની સીટ બુક કરાવથી પડશે. આ નિયમ ૨૬ જાન્યુઆરી ૨૦૨૬થી અમલી બનશે.
સાઉથવેસ્ટ એરલાઈનની નીતિમાં થયેલો આ સૌથી મોટો ફેરફાર છે. આ પહેલાં આ એરલાઈન વિમાનમાં બેઠા પછી પ્રવાસીને પોતાની સીટ પસંદ કરવાની તેમ જ લગેજ વિનામૂલ્યે લઈ જવાની છૂટછાટ આપવા માટે જાણતી હતી. એરલાઈને મેં ૨૦૨૫માં આ સુવિધા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. સાઉથવેસ્ટ એરલાઈને જણાવ્યું છે કે ફલાઈટ રવાના થાય તે સમયે ઓછામાં ઓછી એક સીટ ખાલી હોય અને મેદસ્વી પવાસીઓએ તેના માટે એક જ ક્લાસની બે ટિકિટ ખરીદેલી હોય તો કંપની તે પ્રવાસીને તેણે ખરીદેલી એકસ્ટ્રા સીટનું રિફંડ આપશે. પ્રવાસીએ તે રિફંડ મેળવવા ૯૦ દિવસમાં અરજી કરવી પડશે.
સાઉથવેસ્ટ તે અમેરિકાની બજેટ એરલાઈન છે. પરંતુ રોકાણકારો કેટલાક સમયથી કંપની પર નફો વધારવા દબાણ કરી રહ્યા છે. તેને પગલે એરલાઈને વિમાનમાં બેઠા પછી પસંદગીની બેઠકની પસંદગી અને વિના મૂલ્યે લગેજ લઈ જવા જેવી છૂટછાટ બંધ કરી દીધી છે. વર્ષ ૨૦૨૪માં એરલાઇને એમ પણ કહ્યું હતું કે પ્રવાસીઓએ તેમની સીટ આગળ પગ રાખવાની વધુ જગ્યા (લેગ રૂમ) માટે પણ વધરાના ચાર્જની ચુકવણી કરવી પડશે.(૩૮.૧૯)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
