<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

૧૪ વર્ષની બાળકી સાથે હેવાનિયતઃ અપહરણ બાદ સામૂહિક દુષ્‍કર્મ

ચાર નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્‍કર્મ આચર્યું: છોકરીને બેભાન અવસ્‍થામાં છોડીને ભાગી ગયા

લખનઉ તા.૩૦: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્‍તારમાં એક શરમજનક ઘટના બની છે. અહીં, બક્ષી કા તળાવ વિસ્‍તારમાં એક નિર્જન જંગલમાં ચાર યુવકોએ ૧૪ વર્ષની છોકરી પર દુષ્‍કર્મ આચર્યું હતું. પોલીસે જણાવ્‍યું કે આ ઘટના ગુરુવાર રાતની છે. પીડિતા પોતાના ઘરેથી નીકળી હતી ત્‍યારે આરોપી યુવકોએ તેનું અપહરણ કરી તેને ગાડીમાં બેસાડી જંગલમાં લઈ ગયેલ.

પીડિતાના પિતાએ શુક્રવારે સવારે પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી શિવા સિંહ, રાજ અને અન્‍ય બે અજાણ્‍યા વ્‍યક્‍તિઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પીડિત છોકરી ગ્રામીણ વિસ્‍તારમાં રહે છે. ગુરુવારે સાંજે તે ઘરની નજીક ફરી રહી હતી, ત્‍યારે ચાર યુવકો ત્‍યાં આવ્‍યા. તેઓએ છોકરીનું અપહરણ કરી તેને એક ગાડીમાં ઉપાડી ગયેલ.

મોડી રાત સુધી છોકરી ન મળતાં તેના પરિવારજનો ચિંતિત થયા. તેમણે ઘણી શોધખોળ કરી ત્‍યારે છોકરી જંગલ નજીક બેભાન અવસ્‍થામાં મળી. તેને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી.

આ પછી, પરિવારે ફરિયાદ નોંધાવી. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને લોકોની પૂછપરછ કરી રહી છે.(૩૮.૧૮)

(10:10 AM IST)