<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

દેશમાં સૌથી વધુ દારૂ કોણ પીવે છે? શહેરના લોકો કે ગામડાના?

ભારતમાં એટલો દારૂ પીવાય છે કે તેની સરેરાશ દેશના પ્રત્‍યેક વ્‍યક્‍તિ દીઠ કાઢીએ તો ૫.૭ લીટર પ્રતિ વર્ષ થવા જાય છે : ભારતમાં દારૂ પીનારાની સંખ્‍યા દિવસેને દિવસે વધી રહી છે ભારતમાં દારૂ પીનારા લોકોમાં બે ભાગમાં વહેચવામાં આવ્‍યા છે એક છે ગામડાના લોકો અને બીજા છે શહેરના લોકો

નવી દિલ્‍હી તા.૩૦: દુનિયામાં દારૂના શોખીનોની કોઈ કમી નથી. દુનિયામાં ઘણા દેશો એવા છે જ્‍યાં લોકો મોટી સંખ્‍યામાં દારૂ પીવાય છે. દુનિયામાં એવા દારૂના શોખીનો છે જે સાંજ પડતાની સાથે જ બારમાં પહોંચી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે આખી દુનિયામાં દારૂ પીવામાં કયો દેશ સૌથી આગળ છે? આજે અમે તમને એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્‍યાં દારૂ પીનારાઓની સંખ્‍યા ખૂબ વધારે અને એવા દેશ પણ છે જ્‍યા સૌથી ઓછી છે.

ભારતમાં પ્રતિ વ્‍યક્‍તિ (શુદ્ધ) દારૂનો ઉપયોગ વાર્ષિક આશરે ૫.૭ લિટર છે. જોકે, આ ઉપયોગ ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોમાં બદલાય છે, ગ્રામીણ વિસ્‍તારોમાં સરેરાશ ૦.૧૮ લિટર પ્રતિ મહિને અને શહેરી વિસ્‍તારોમાં ૦.૧૦ લિટર પ્રતિ મહિને છે. એકંદરે, ભારત વિશ્વમાં એક વિશાળ દારૂ બજાર છે, જે ચીન અને રશિયા પછી ત્રીજા ક્રમે છે.

કુલ વપરાશઃ ૨૦૧૬માં પ્રતિ વ્‍યક્‍તિ ૫.૭ લિટર શુદ્ધ દારૂનું સેવન કરતો હતો.

ગ્રામીણ સામે શહેરી લોકોઃ ગ્રામીણ વિસ્‍તારોમાં વપરાશ વધુ છે, જ્‍યાં ઘરો દર મહિને સરેરાશ ૦.૨૨ લિટર દારૂનો ઉપયોગ કરે છે, જ્‍યારે શહેરી વિસ્‍તારોમાં ૦.૧૦ લિટર દારૂનો ઉપયોગ થાય છે.

દારૂનો પ્રકારઃ ભારતમાં મોટાભાગના લોકો દેશી દારૂનો ઉપયોગ કરે છે, જે બીયર અને વિદેશી દારૂ કરતાં વધુ પીવામાં આવે છે.

દારૂ બજારઃ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું દારૂ બજાર છે, જે અંદાજિત ડોલર ૩૫ બિલિયન ડોલર છે.

વધતો ટ્રેન્‍ડઃ ભારતમાં માથાદીઠ દારૂનો વપરાશ ૨૦૧૦ કરતા ૨૦૧૬માં વધુ હતો.

ભારતથી પ્રમાણમાં સરેરાશ વ્‍યક્‍તિ દર વર્ષે ૫.૭ લિટર શુદ્ધ આલ્‍કોહોલનું સેવન કરે છે. જ્‍યારે બીજી બાજુ, વિશ્વમાં કેટલાક દેશો એવા છે જ્‍યાં દારૂનો વપરાશ નજીવો અથવા અસ્‍તિત્‍વમાં નથી. કુવૈત એકમાત્ર એવો દેશ છે જ્‍યાં દારૂનો વપરાશ શૂન્‍ય છે. આ ઉપરાંત, સાઉદી અરેબિયા (૦.૨ લિટર), પાકિસ્‍તાન (૦.૩ લિટર), ઇજિપ્ત (૦.૪ લિટર), નાઇજર (૦.૫ લિટર), ઇન્‍ડોનેશિયા (૦.૮ લિટર), ઈરાન (૧ લિટર), તુર્કી (૨ લિટર), સિંગાપોર અને યુએઈ (બંને અનુક્રમે ૨.૫ અને ૩.૮ લિટર) જેવા દેશોમાં વપરાશ ખૂબ ઓછો છે.

વિશ્વમાં સૌથી વધુ દારૂ પીનારા લોકો લાતવિયાના છે. અહીં દર વર્ષે વ્‍યક્‍તિ દીઠ સરેરાશ દારૂનો વપરાશ ૧૩.૧૯ લિટર છે. મોલ્‍ડોવા બીજા ક્રમે છે. અહીં દર વર્ષે વ્‍યક્‍તિ દીઠ આશરે ૧૨.૮૫ લિટર દારૂ પીવામાં આવે છે. માથાદીઠ આલ્‍કોહોલનો વપરાશ જર્મનીમાં ૧૨.૭૯ લિટર/વર્ષ છે, જ્‍યારે લિથુઆનિયામાં ૧૨.૭૮ લિટર/વર્ષ, આયર્લેન્‍ડમાં ૧૨.૭૫ લિટર/વર્ષ, સ્‍પેનમાં ૧૨.૬૭ લિટર/વર્ષ, યુગાન્‍ડામાં ૧૨.૪૮ લિટર/વર્ષ, બુલ્‍ગારીયામાં ૧૨.૪૬ લિટર/વર્ષ, ૧૨.૪૬ વર્ષ, છે. લક્‍ઝમબર્ગમાં ૧૨.૪૫ લિટર/વર્ષ અને રોમાનિયામાં ૧૨.૩૪ લિટર/વર્ષ વ્‍યક્‍તિ દારૂનુ સેવન કરી જાય છે.(૩૮.૧૧)

(10:13 AM IST)