News of Saturday, 30th August 2025
નવમા ધોરણમાં ભણતી છોકરીએ સરકારી સ્કૂલના વોશરૂમમાં દીકરાને જન્મ આપ્યો

યાદગિર તા.૩૦: કર્ણાટકના યાદગિર જિલ્લામાં એક સરકારી રેસિડેન્શિયલ સ્કૂલના વોશરૂમમાં નવમા ધોરણમાં ભણતી એક છોકરીની ડિલિવરી થઈ હતી અને તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્કૂલ-પ્રશાસને છોકરી અને નવજાત બાળકને શાહાપુર ગવર્નમેન્ટ હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. અહીં મા અને બાળક બન્નેનું સ્વાસ્થ્ય સ્ટેબલ છે. બુધવારે મોડી સાંજે બનેલી આ ઘટના ગુરુવારે જાહેર થઈ હતી અને સ્કૂલમાં આવી ઘટના કેમ ઘટી એ વિશેની તપાસ હાથ ધરાઈ છે. સ્કૂલના પ્રિન્સિપાલ અને રેસિડેન્શિયલ સ્કૂલના સ્ટાફ સામે કારણદર્શક નોટિસ બહાર પડી છે કે કોઈ કિશોરી સાથે શું થઈ રહ્યું છે એ બાબતે આટલા લાંબા સમય સુધી બેકાળજી કેમ રાખવામાં આવી?(૩૮.૮)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
