News of Saturday, 30th August 2025
અનંત અંબાણીની મોટી જાહેરાત: કચ્છમાં રિલાયન્સ બનાવશે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ: દેશની ૧૦% વીજળી જરૂરિયાત પૂરી પાડશે

કચ્છ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણીએ ગુજરાતના કચ્છમાં વિશ્વના સૌથી મોટા સિંગલ સાઈટ સોલાર પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ ભવ્ય પ્રોજેક્ટ ૫,૫૦,૦૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલો હશે, જે સિંગાપુરથી ત્રણ ગણો મોટો હશે. અનંત અંબાણીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ ભારતની ૧૦% વીજળીની જરૂરિયાતને પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટ દેશની નવીનીકરણીય ઉર્જાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને લાંબાગાળાના વિકાસને વેગ આપશે. આ સોલાર પ્રોજેક્ટ રિલાયન્સના ગ્રીન એનર્જી પ્રત્યેના સમર્પણને દર્શાવે છે, જે ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મજબૂત પગલું બની રહેશે.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
