News of Saturday, 30th August 2025
શું ભારતીય હીરા બજાર અમેરિકા સાથેના વેપારમાં છેતરપિંડી કરી રહ્યું છે? હાર્દિક હુંડિયાના ગંભીર આરોપો

મુંબઈ: ભારત-અમેરિકા હીરા વેપારમાં મોટો વળાંક આવ્યો છે. ભારતનું હીરા બજાર, જેનો ૬૦-૮૦% વેપાર યુનાઇટેડ સ્ટેટ્સ સાથે છે, તે હાલમાં ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. અમેરિકાએ હીરાની આયાત પર ૫૦%નો ભારે કર લાદતા ભારતીય વેપારીઓ માટે સીધો વેપાર અઘરો બન્યો છે. આ પરિસ્થિતિ અંગે વાત કરતાં, ડાયમંડ એક્સપર્ટ હાર્દિક હુંડિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે કેટલીક મોટી ભારતીય કંપનીઓ આ કરથી બચવા માટે ગેરકાયદેસર રસ્તો અપનાવી રહી છે.
હુંડિયાના જણાવ્યા અનુસાર, જ્યાં અમેરિકન સ્થાનિક વેપારીઓ ભારતમાંથી હીરા આયાત કરવા માટે ૫૦% ટેક્સ ચૂકવે છે, ત્યાં કેટલીક ભારતીય કંપનીઓ મેક્સિકો જેવા ત્રીજા દેશો દ્વારા હીરા મોકલીને માત્ર ૬-૮% ટેક્સ ચૂકવી રહી છે. આનાથી ભારતીય વેપારીઓ અમેરિકન બજારમાં હીરા ઓછા ભાવે વેચી શકે છે, જેના કારણે સ્થાનિક અમેરિકન વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.
આ ગેરરીતિની જાણ થતાં અમેરિકાના સ્થાનિક વેપારીઓ દ્વારા આ મુદ્દો સેનેટ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડવામાં આવ્યો છે. આ છેતરપિંડીનો પર્દાફાશ થતા, એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જે કંપનીઓએ આ રીતે ટેક્સ ચોરી કરી છે, તેમના હીરા પણ જપ્ત કરવામાં આવી શકે છે.
હુંડિયાએ જણાવ્યું કે આ ઘટના પછી ભારતીય વેપારીઓ માટે અમેરિકા સાથેનો વેપાર કરવો હવે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. હીરાના બિલ પર 'ઓરિજિન' લખવું ફરજિયાત હોવાથી, ટેક્સ ચોરી કરવી હવે અશક્ય બની ગઈ છે. હુંડિયાએ આ મુશ્કેલ સમયમાં ભારતીય હીરા ઉદ્યોગને મદદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રશંસા કરી છે.
આ સંકટમાંથી બહાર આવવા માટે, ભારતીય હીરા વેપારીઓએ હવે અમેરિકામાં જઈને હીરાનું ઉત્પાદન કરવું પડશે અથવા ત્યાં ઓફિસો ખોલવી પડશે, જે હાલમાં શક્ય નથી. આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવે છે તે જોવાનું રહ્યું.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
