હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇન્ટ્યુશનથી અકલ્પનીય શકિત ખીલે : શ્રેયા દીદી
રવિ-સોમ બે દિવસ રાજકોટમાં ઇન્ટ્યુશન લેવલ-ર પ્રોગ્રામ : બાળકો માટે મિરેકલ કોર્ષઃ આંખ બંધ રાખીને વાચવા-લખવાથી માંડીને અંતર મનથી અકલ્પનીય કાર્યો થઇ શકે છે : દરેક માણસ વિશેષ છે, તેની વિશેષતા ખીલવવી પડે - રૂક્ષ્મણી દીદી

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રેયાદીદી, રૂક્ષ્મણી દીદી, ડો. કિંજલ ભટ્ટ, દીપકભાઇ પંજાબી, જલ્પા મહેતા, નીત્યા, શૈલેષ પાદરિયા, ખ્યાતિ દાસાણી, ફલક દોશી, ઉત્તમભાઇ વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. ૩૦: ઇન્ટયુશન.. આ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય ઘુસણખોરી જો કે અહીં વ્યકિતના અંતર મનમાં ઘુસવાની વાત છે. દરેક માણસને પ્રકૃતિએ અસામાન્ય બનાવ્યા છે. માણસની પ્રકૃતિગત વિશેષતા ખીલે તો અસામાન્યતા બહાર આવે. આર્ટ ઓફ લીવિંગ દ્વારા આ માટે ઇન્ટયુશન પ્રોગ્રામ ચાલે છે. રવિ-સોમ રાજકોટમાં ઇન્ટયુશન લેવલ-ર કાર્યક્રમનું આયોજન થયું છે.
આ શબ્દો શ્રેયાદીદીના છે. તેઓ આર્ટ ઓફ લીવિંગના આધ્યાત્મિક શિક્ષિકા છે. આજે ‘અકિલા'ની મુલાકાતે આર્ટ ઓફ લિવિંગ - રાજકોટ દ્વારા પ્રખ્યાત આધ્યાત્મિક શિક્ષિકા શ્રેયાદીદીનો ઇન્ટયુશન પ્રોસેસ લેવલ-૨ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ૩૦-૩૧ ઓગસ્ટ એમ બે દિવસ સુધી મેધાણી રંગભવન, ભક્તિનગર સોસાયટી રાજકોટ ખાતે કાર્યક્રમ દરમિયાન પ્રિડિક્શન કેવી રીતે કરવું. ટેલિનિસીસી અને લેંગ્વેજ ડાઉનલોડ શીખવવામાં આવશે. ૮થી ૧૮ વર્ષ સુધીના બાળકો કર્યક્રમમાં ભાગ લઇ શકશે.
શ્રેયા દીદી આર્ટ ઓફ લિવિંગ ચિલ્ડ્રન એન્ડ ટીનેજ પ્રોગ્રામ્સની પ્રાદેશિક નિર્દેશક અને આર્ટ ઓફ લિવિગ ફાઉન્ડેશન સાથે વરિષ્ઠ આંતરરાષ્ટ્રીય ટ્રેનર અને ફેકલ્ટી છે. તે આર્જેન્ટિના, બ્રાઝિલ, કુરાકાઓ, સુરીનામ, કોલંબિયા, ચીન, ઇજિપ્ત, દુબઈ, બહેરીન, સિંગાપોર વગેરે સ્થળોએ વિશ્વભરમાં પ્રવાસ કરે છે. કેવી રીતે તેમના મન અને લાગણીઓને અસરકારક રીતે સંચાલિત કરવી, તણાવ દૂર કરવો, વિવિધતા વચ્ચે સુમેળમાં રહેવું અને સરળ છતાં ગહન યોગ અને ધ્યાન તકનીકો દ્વારા તેમના જીવનમાં વધુ શાંતિ અને આનંદ કેવી રીતે લાવવો એ તેઓ ૩૮ વર્ષથી શીખવે છે. ઓસ્ટ્રેલિયાની બહુરાષ્ટ્રીય કંપનીમાં ડિઝાઇનર તરીકે કામ કરવાને બદલે આર્ટ ઓફ લિવિગની શિક્ષિકા બનવાનું પસંદ કર્યું છે.
તેણીએ પોતાની સર્જનાત્મક ક્ષમતાઓમાં ૫૦૦ થી વધુ રમતો ડિઝાઇન કરી છે - ઓનલાઇન અને ઓફલાઇન બંને રમતો તમારી શીખવાની રીતમાં એક નવો બદલાવ લાવે છે. તે શીખવાની પ્રક્રિયાને કાર્યક્ષમ, આનંદપ્રદ અને અર્થપૂર્ણ બનાવે છે તે તમારી વિચારવાની રીતમાં પરિવર્તન લાવશે અને સંભવતઃ તમારી જીવનશૈલીમાં પણ પરિવર્તન લાવશે. તે એક ખૂબ જ પ્રશંસનીય અને પ્રતિભાશાળી વક્તા છે જેમણે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર આર્ટ ઓફ લિવિંગનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણીએ વિશ્વભરના મેનેજમેન્ટ સ્ટાફ, શિક્ષકો, માતાપિતા, બાળકો અને કિશોરોને અસંખ્ય પ્રવચનો આપ્યા છે.
તેણીને સાહસિક રમતોના ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કારોમાંનો એક ‘કિર્મણી એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. તે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના સાધન તરીકે શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરે છે, જેમનો ધ્યેય આ ગ્રહ પરના દરેક વ્યક્તિના ચહેરા પર સ્મિત પાછું લાવવાનો છે.
આ મુલાકાત પ્રસંગે શ્રેયા ચુગ, રૂકમણી, ડો. કીંજલ ભટ્ટ, દીપકભાઇ પંજાબી, જલ્પા મહેતા, નીત્યા, શૈલેષ પાદરીયા, ખ્યાતી દાસાણી, ફલક દોસી, ઉત્તમ, ઉદય વગેરે ઉપસ્થિત રહયા હતા.(૬.૧૬)
મિરેકલ જેવી સિધ્ધિ
ઇન્ટયુઝન અર્થાત આંતર્જ્ઞાનની મદદથી અનેક સમસ્યાઓ હલ કરી શકાય છે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા આ સમગ્ર પ્રક્રિયા શીખવવામાં આવે છે અને તે ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડે છે. શરીરમાં રહેલું અર્જુન ચક્ર ઉર્જાનું છઠ્ઠું કેન્દ્ર છે જે બન્ને આંખ વચ્ચે કપાળમાં હોય છે તે ઇન્ટયુઝનની મદદથી સક્રિય થાય છે અને ખૂબ જ ચમત્કારી પરિણામો મળે છે.
ઇન્ટયુઝન પ્રોગ્રામ કરી ચૂકેલી એક વિદ્યાર્થીની તેનો અનુભવ જણાવતા કહે છેકે મને કેમેરાની ફલેશ જેવી ફિલીંગ આવે છે જાણે આંખ સામે ફિલ્મનો કોઇ સીન ચાલી રહ્યો હોય તેવી લાગણી થાય છે. શાંતિ માટે ઇન્કયુઝન પ્રોગ્રામ ખૂબ જરુરી છે. ખાસ કરીને આજના ટીનેજર્સને તેની વધારે આવશ્યકતા છે. તેણીએ કહ્યું કે, આર્ટ ઓફ લિવીંગની એક ટીચર કે જે વિદેશમાં કયાંક ખોવાઇ ગઇ હતી તેણે મારી માતાને ફોન કર્યો, માતાએ મને કહ્યું કે તુ મને મદદ કર એ પછી મે ઇન્કયુઝનની મદદથી કલાકોમાં તેણીની શોધ કરી લીધી અને તેની ખોવાયેલી વસ્તુ પણ મળી ગઇ. ઇન્કયુઝન એવી પ્રક્રિયા છે કે જેનાથી બધુ આંખ સામે તાદ્રશ્ય થતું દેખાય છે.
એક વિદ્યાર્થીની કે જે દક્ષિણ ભારતીય છે તેણે ચાઇનીઝ ભાષા કદી સાંભળી નથી તે વાંચી અને લખી પણ શકે છે. તામિલ અને રશિયન પણ સમજમાં આવવા લાગી છે.
ઇલેકટ્રોનિક ને રોબોટિક્સનો એક વિદ્યાર્થી તેની ઓફિસની સિસ્ટમમાં સર્જાયેલા ડિબગીંગના કાર્યને ચપટીમાં ઇન્ટયુઝનની મદદથી શોધી કાઢીને સિસ્ટમ પુનઃ ઠીક કરી શકયો હતો.(૬.૧૬)
સ્પર્શ વગર નિદાન!
ઇન્ટ્યુશનની કમાલથી ડો. કિંજલ ભટ્ટની સિધ્ધિઃ નીત્યા આંખે પાટા બાંધીને કમાલ કરે છે. ગુમ થઇ ગયેલા લોકોને પણ શોધી આપે છે
રાજકોટ તા. ઇન્ટ્યુશન પ્રોગ્રામમાં ટ્રેનિંગ લીધા બાદ ડો. કિંજલ ભટ્ટના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું સામાન્યથી અસામાન્ય તરફ ગતિ થઇ તેઓ ડોકટર બન્યા અને કોઇ જ સ્પર્શ કર્યા વગર દદીનું નિદાન કરી શકે છે. ‘અકિલા' કાર્યાલય ખાતે તેઓએ આ પ્રયોગ કરી દેખાડયો હતો.
સાથે આવેલા ૧૬ વર્ષના નિત્યાએ પણ કમાલ કરી દેખાડી હતી. આંખે પાટા બાંધીને લખવા-વાચવાથી માંડીને ગુમ થયેલા લોકોની ભાળ મેળવવા સુધીના કાર્યો તેઓ કરી શકે છે. આ બધુ આર્ટ ઓફ લીવિંગના ઇન્ટ્યુશન પ્રોગ્રામથી શકય બન્યું છે. (૬.૧૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
