<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીની આસમાને પહોંચી ગયો: ચાંદીમાં પણ જબરજસ્ત ઉછાળો

જાણો દિલ્હી.મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં તેમજ અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાનો શું રહ્યો ભાવ ?

નવી દિલ્હી :સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બુલિયન બજાર ખુલતાની સાથે જ, સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીની આસમાને પહોંચી ગયો છે અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે. 

   દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 700 રુપિયાથી વધારેનો વધારો નોંધાયો છે અને આ સાથે આજે સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,03,470 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 94,860 રૂપિયા પર છે.  
મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 94,710 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,320 રૂપિયા છે.

 આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 94,760 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,370 રૂપિયા છે.  

ચાંદીનો ભાવ 1,19,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 1,19,800 પર ટ્રેડ કરી રહ્યો હતો 

(7:03 PM IST)