દુબઈમાં ભારતીય પાસપોર્ટ માટે કડક નિયમો: પાસપોર્ટ ફોટો માટે બદલાયા નિયમ, જાણી લો નવી માર્ગદર્શિકા!: ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી લાગુ
પાસપોર્ટના ફોટામાં ફેરફારો: કદ અને પૃષ્ઠભૂમિ: ચહેરાનો દેખાવ: મોં બંધ: ચહેરા પર સમાન લાઇટિંગ: ફોટામાં ચશ્મા પહેરવાની મનાઈ: ફિલ્ટરના ઉપયોગ પર મનાઈ, વગેરે

દુબઈ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫: યુનાઈટેડ અરબ અમીરાત (UAE) માં રહેતા લાખો ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે નવા પાસપોર્ટ માટે અરજી કરતી વખતે, અરજદારોએ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) દ્વારા નિર્ધારિત ફોટોગ્રાફ્સની નવી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ નિયમ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી લાગુ થશે.
નવા નિયમ મુજબ પાસપોર્ટ ફોટોની માર્ગદર્શિકા
નવા નિયમો અનુસાર, પાસપોર્ટ માટેના ફોટામાં નીચેના ફેરફારો થશે:
* કદ અને પૃષ્ઠભૂમિ: ફોટોનો રંગીન હશે અને તેનું કદ ૬૩૦*૮૧૦ પિક્સેલનું હોવું જોઈએ. તેની પૃષ્ઠભૂમિ સંપૂર્ણપણે સફેદ હોવી જરૂરી છે.
* ચહેરાનો દેખાવ: ફોટામાં માથા અને ખભાનો ક્લોઝઅપ હોવો જોઈએ અને ચહેરો ફોટો ફ્રેમનો લગભગ ૮૫% ભાગ આવરી લેવો જોઈએ. ચહેરો, આંખો અને મોં ખુલ્લું અને કુદરતી અભિવ્યક્તિ સાથે દેખાવા જોઈએ.
* અન્ય નિયમો: આંખો પર વાળ ન આવવા જોઈએ અને મોં બંધ હોવું જોઈએ. ફોટામાં કોઈ પણ પ્રકારનો પડછાયો કે લાલ આંખો ન હોવી જોઈએ. ચહેરા પર સમાન લાઇટિંગ હોવી જોઈએ.
ફોટામાં ચશ્મા પહેરવાની મનાઈ છે, અને માથું ફક્ત ધાર્મિક કારણોસર જ ઢાંકી શકાય છે, પરંતુ ચહેરો સ્પષ્ટ દેખાવો જોઈએ.
* ફિલ્ટરનો ઉપયોગ: ફોટામાં કોઈપણ પ્રકારના ફિલ્ટરનો ઉપયોગ કરી શકાશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
