News of Sunday, 31st August 2025
PM મોદી-શી જિનપિંગ ૭ વર્ષ બાદ મહત્વની મુલાકાતઃ વડાપ્રધાન મોદીએ ચીને SCO સંમેલનના યજમાનો રૂપે સફળ આયોજન માટે શુભેચ્છા પાઠવી.
કૈલાસ યાત્રા અને હવાઈ સેવાઓ ફરી શરૂ થવા પર બંને દેશો સંમત થયાઃ ભારત અને ચીન દુનિયાના સૌથી મોટા અને પ્રાચીન દેશો છેઃ જિનપિંગે

નવી દિલ્હીઃ ચીનના તિયાંજિન શહેરમાંથી આજે એક મહત્વના રાજનૈતિક સમાચાર સામે આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તિયાંજિનના યિંગબિન હોટલમાં આશરે 40 મિનિટ સુધી એક ગર્ભિત દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને નેતાઓ વચ્ચે ગરમજોશીથી મુલાકાત થઈ અને બહુવિધ મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ.
મહત્વનું છે કે, PM મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંસ્થા (SCO) ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. સંમેલન પૂર્વે યોજાયેલી આ બેઠક દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહી છે.
આ દરમિયાન PM મોદીએ કહ્યું કે, સીમા વ્યવસ્થાપન અંગે આપણા વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે સહમતિ બની છે. કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે અને ભારત-ચીન વચ્ચે સીધી હવાઈ સેવા પણ પુનઃશરૂ કરવામાં આવી છે. બંને દેશોના 2.8 અબજ નાગરિકોના હિતો આપણા સહયોગથી સંકળાયેલા છે. આ સહયોગ માનવજાત માટે પણ કલ્યાણનો માર્ગ ઉજાગર કરશે. અમે પારસ્પરિક વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાના આધારે સંબંધો આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.
વડાપ્રધાન મોદીએ ચીને SCO સંમેલનના યજમાનો રૂપે સફળ આયોજન માટે શુભેચ્છા પાઠવી.
PM મોદીએ આમંત્રણ માટે રાષ્ટ્રપતિ જિનપિંગનો આભાર વ્યક્ત કર્યો.
કૈલાસ યાત્રા અને હવાઈ સેવાઓ ફરી શરૂ થવા પર બંને દેશો સંમત થયા.
PM મોદીએ કહ્યું, કાઝાનમાં થયેલી અગાઉની મુલાકાતથી સંબંધો પોઝિટિવ દિશામાં ગયા/
સરહદ પર તણાવ ઓછો થયો છે, જે શાંતિ અને સ્થિરતા માટે સહાયક છે.
2.8 અબજ લોકોને લાભ થાય તેવો સહયોગ બંને માટે જરૂરી છે.
મોદીએ કહ્યું કે, સંબંધો વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાથી આગળ વધે.
રાષ્ટ્રપતિ જિનપિંગે મોદીના આગમનને ગરમજોશીથી આવકાર્યો.
જિનપિંગે કહ્યું કે, ભારત અને ચીન દુનિયાના સૌથી મોટા અને પ્રાચીન દેશો છે.
શાંતિ, સમૃદ્ધિ અને વ્યૂહાત્મક ભાગીદારીને બંને નેતાઓએ મહત્વ આપ્યું.
વડાપ્રધાન મોદીએ ચીનની SCO અધ્યક્ષતાને સફળ માનતાં જણાવ્યું હતું કે, SCOની સફળ અધ્યક્ષતા માટે હું તમારું અભિનંદન કરું છું. ચીન આવવાનું આમંત્રણ આપવું અને આજે મળવા બદલ હું તમારો આભાર માનું છું.
લાંબા વિરામ બાદ ચીન મુલાકાત : સાત વર્ષના વિરામ પછી વડાપ્રધાન મોદી ચીન પહોંચ્યા છે, જે દર્શાવે છે કે બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને લઈને હવે વધુ ગંભીર છે.
ભારત-ચીન સંબંધોમાં સુધારો : આ સાથે પાછલા કેટલાક વર્ષોમાં તણાવભર્યા સંબંધો હવે થોડા સમતોલ થવા લાગ્યા છે. અગાઉ બ્રિક્સ 2024માં પણ બંને નેતાઓ મળ્યા હતા અને હવે આ બીજી મુલાકાત છે.
વૈશ્વિક પરિપ્રેક્ષ્ય બદલાઈ રહ્યો છે : હાલમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં થોડું તણાવ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતમાં 50% ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. આવી પરિસ્થિતિમાં ભારત માટે ચીન અને રશિયા જેવા પડોશી દેશો સાથે સંબંધો મજબૂત રાખવા વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
