News of Sunday, 31st August 2025
હુતી નેતાઓએ જોયું મોતનું તાંડવઃ ઈઝરાયલની હુતી વિદ્રોહીઓ પર કરી ભયંકર એરસ્ટ્રાઈક
હુમલામાં હુથી વડા પ્રધાન ગાલિબ અલ-રાહવી, સંરક્ષણ પ્રધાન મોહમ્મદ નાસિર અલ-અતિફી સહિતના અનેક ટોચના નેતાઓ અને અધિકારીઓ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળેલ છે

નવી દિલ્હીઃ ઇઝરાયલ હંમેશા પોતાના દુશ્મનોને “હિટ લિસ્ટ”માં રાખે છે અને પછી તક મળે ત્યારે એટલી ચોકસાઈથી હુમલો કરે છે કે દુશ્મનને બચવાનો કોઈ મોકો જ ન મળે. હવે ઇઝરાયલે યમનમાં પણ આવી જ એક ખતરનાક કાર્યવાહી કરી છે, જેમાં તેણે હુથી સરકારને ભારે ઝાટકો આપ્યો છે.
એક અહેવાલ મુજબ, ઇઝરાયલે યમનની રાજધાની સના (Sanaa) માં હુથી બળવાખોરો પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં હુથી વડા પ્રધાન ગાલિબ અલ-રાહવી, સંરક્ષણ પ્રધાન મોહમ્મદ નાસિર અલ-અતિફી સહિતના અનેક ટોચના નેતાઓ અને અધિકારીઓ મોતને ભેટ્યા. એટલે કે, આખું ટોચનું નેતૃત્વ જ એક સાથે નષ્ટ થઈ ગયું. નિષ્ણાતો તેને યમનમાં હુથી બળવાખોરો સામેનો ઇઝરાયલનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક હુમલો માને છે.
મોસાદ, જે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી છે, તેના સચોટ પ્લાન અને ખતરનાક સ્ટ્રેટેજી માટે જાણીતી છે. આ હુમલામાં પણ મોસાદે પહેલા ચોક્કસ માહિતી એકત્રિત કરી. જ્યારે હુથી વડા પ્રધાન અને મંત્રીઓ એક એપાર્ટમેન્ટમાં એકઠા થયા હતા, ત્યારે જ ઉપરથી ઇઝરાયેલી વાયુસેનાએ હવાઈ હુમલો કર્યો. બોમ્બ એટલી શક્તિશાળી હતો કે તે મકાનમાં રહેલા બધા જ નેતાઓ એક જ સમયે મોતને ભેટ્યા.
મોસાદ ક્યારેય કારણ વગર હુમલો કરતું નથી. તે હંમેશાં દુશ્મન પર ઘાતક અને સીધો હુમલો કરવાની તક શોધે છે. ઇઝરાયલની એજન્સીને તેના સૂત્રો મારફતે ખબર પડી હતી કે હુથી વડા પ્રધાન અને અન્ય મંત્રીઓ હુથી નેતા અબ્દુલ મલિક અલ-હુતીનું ભાષણ સાંભળવા માટે ભેગા થવાના છે. આ જ તે તક હતી, જેના માટે મોસાદ રાહ જોઈ રહ્યું હતું.
સ્થાનની પુષ્ટિ થયા પછી આખી યોજના તૈયાર કરવામાં આવી. એકવાર બધા નેતાઓ ભેગા થયા, પછી તરત જ ઇઝરાયેલી વાયુસેનાએ હુમલો કર્યો અને થોડા જ પળોમાં સમગ્ર ટોચનું નેતૃત્વ ખતમ થઈ ગયું.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
