News of Sunday, 31st August 2025
લખનઉના ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટઃ ૭ વ્યકિત કમકમાટી ભર્યા મોત
વિસ્ફોટથી આજુબાજુના ઘરો પણ ધ્રૂજ્યાઃ સ્થાનિક લોકોમાં ભયઃ ઘરની બહાર નીકળી આવ્યા

વિશાળ અવાજ સાથે થયેલા વિસ્ફોટથી આજુબાજુના ઘરો ધ્રૂજતા લાગ્યા અને સ્થાનિક લોકો ભયભીત થઈ ઘરોની બહાર નીકળી આવ્યા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગુડંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે એક ફટાકા ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. આજે વિશાળ અવાજ સાથે થયેલા વિસ્ફોટથી આજુબાજુના ઘરો ધ્રૂજતા લાગ્યા અને સ્થાનિક લોકો ભયભીત થઈ ઘરોની બહાર નીકળી આવ્યા હતા. આ તરફ આ દુર્ઘટનામાં 7 જેટલા લોકોના મોતની આશંકા છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
