<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

RBI ના ગર્વનર સંજય મલ્‍હાત્રાનો દાવો.. ભારત જલ્‍દી જ ત્રીજી સૌથી મોટી મહાસતા બની જશે

જયારે દેશમાં ટેરિફનું ટેન્‍શન ચાલી રહ્યું છે તે વચ્‍ચે પણ ભારતનો જીડીપી ચાલુ ર્વે એપ્રિલ-જુના ત્રિ-માસિકમાં ૭.૮ ટકાના રેટથી આગળ વધી રહ્યો છે, આજે ભારતની ગણતરી વિશ્‍વના પાંચ સૌથી વિકસીત દેશોમાં થાય છે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્કના ગર્વનર સંજય મલ્હોત્રાએ શનિવારે કહ્યું કે ભારત જલ્દી જ ત્રીજી સૌથી મોટી મહાસત્તા બની જશે. તેમણે દેશના વિકાસ માટે પ્રધાનમંત્રીની જન ધન યોજનાને શ્રેય આપ્યો. તેમનું કહેવું છે કે જ્યારે દેશમાં ટેરિફનું ટેન્શન ચાલી રહ્યું છે તે વચ્ચે પણ ભારતનો જીડીપી ચાલુ વર્ષે એપ્રિલ-જૂનના ત્રિમાસિકમાં 7.8% ના રેટથી આગળ વધી રહ્યો છે. અમેરિકાએ ભારે ભરખમ ટેરિફ લગાવ્યા પછી પણ પહેલા પાંચ ત્રિમાસિકમાં સૌથી વધારે છે.
ઇન્દોરના રંગવાસા ગામમાં જાહેર ક્ષેત્રની બેંકના નાણાકીય સમાવેશ અભિયાન 'સંતૃપ્તિ શિબિર'ને સંબોધતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈએ 11 વર્ષ પહેલાં બેંકોના સહયોગથી જન ધન યોજના શરૂ કરી હતી. જેના કારણે સમગ્ર દેશનો વિકાસ થયો છે.
"આજે ભારતની ગણતરી વિશ્વના 5 સૌથી વિકસિત દેશોમાં થાય છે અને ખૂબ જ ટૂંક સમયમાં દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે."
RBI ગવર્નરે કહ્યું કે દેશની પ્રગતિની આ યાત્રામાં તમામ વર્ગના લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ યોજના હેઠળ 55 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. જેના દ્વારા તેમને બચત, પેન્શન, વીમો, લોન અને અન્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ચેરમેન સી.એસ. સેટ્ટી પણ હાજર હતા.
તાજેતરમાં પ્રધાનમંત્રી જન ધન યોજનાએ તેના 11 વર્ષ પૂર્ણ કર્યા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાએ લોકોને પોતાનું ભાગ્ય પોતે લખવાની શક્તિ આપી છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે છેલ્લો વ્યક્તિ આર્થિક રીતે જોડાયેલો હોય છે. ત્યારે આખો દેશ એકસાથે આગળ વધે છે. આ યોજના 28 ઓગસ્ટ 2014 ના રોજ શરૂ કરવામાં આવી હતી.
જન ધન યોજનાનો હેતુ ગરીબોના બેંક ખાતા ખોલવાનો અને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે. આમાં મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી. આ સાથે ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. આમાં ખાતાધારકને વીમાની સુવિધા પણ આપવામાં આવે છે અને કોઈપણ કારણોસર તેનું મૃત્યુ થાય તો પરિવારના સભ્યોને નોમિનીનો લાભ મળે છે. આ હેઠળ ખાતું ખોલવા માટે તમારે બેંકમાં જઈને અરજી કરવી પડશે. ત્યાંથી તમારે જન ધન યોજનાનું ફોર્મ લઈને તેને ભરવું પડશે.

(1:32 PM IST)