News of Sunday, 31st August 2025
‘એ દિવસ દૂર નથી જ્યારે નકશામાંથી ગાયબ થઈ જશે...’ હિમાચલ ફરવા જતા પ્રવાસીઓને સુપ્રીમ કોર્ટે ફટકારી લગાવી
કોર્ટે કહ્યું હિમાચલ પ્રદેશમાં થઇ રહેલી પ્રવૃતિઓથી કુરદત ગુસસે છે, જો આ ચાલુ રહેશે તો તમે અને હું હિમાચલ પ્રદેશ થોઇ પણ નહી શકીએ

નવી દિલ્હીઃ જ્યારે આપણે પહાડો પર જઇએ છીએ તો બધી ચિંતા ઘરે મૂકી દઇએ છીએ. સુકૂન અને શાંતિ માટે નીકળીએ છીએ, ત્યાં બેસીએ, મોજ-મસ્તી કરીએ અને પાછા આવી જઇશું. આ સાથે જ પાછળ હજારો કચરાના ઢગલા, અસ્ત-વ્યસ્ત કરીને પર્યાવરણના નજારાની ચિંતા મૂકીને ઘરે પાછા આવી જઇએ છીએ. કદાચ આ જ કારણ છે કે, પ્રકૃતિ પણ જગ્યાનો સાથ નથી આપતી. આજે વાત હિમાચલ પ્રદેશની થઈ રહી છે, જ્યાં અમુક વર્ષોમાં સૌથી વધુ પૂર, વરસાદની સિઝનમાં લોકોની બગડતી સ્થિતિ જોવા મળી રહી છે. આ બધું જોતા હવે સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી છે.
સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશમાં માણસોના કારણે વધતા પર્યાવરણીય સંકટ અંગે સુપ્રીમ કોર્ટે કડક ચેતવણી આપી છે. કોર્ટે કહ્યું કે, ‘હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી પ્રવૃત્તિઓથી કુદરત ગુસ્સે છે. જો આ ચાલુ રહેશે, તો તમે અને હું હિમાચલ પ્રદેશ જોઈ પણ નહીં શકીએ.’
28 જુલાઈ 2025ના રોજ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને આર. મહાદેવનની ખંડપીઠે કહ્યું કે, ‘જો પરિસ્થિતિ આવી જ રહેશે, તો તે દિવસ દૂર નથી જ્યારે આખું હિમાચલ પ્રદેશ દેશના નકશા પરથી ગાયબ થઈ જશે. ભગવાન ના કરે કે આવું થાય.’
એક અહેવાલ અનુસાર, આ કેસનો ઉલ્લેખ કરતા, કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે હિમાચલની પર્યાવરણીય સ્થિતિ પહેલા કરતા પણ વધુ બગડી ગઈ છે. વર્ષોથી ચાલી રહેલી બેદરકારીભરી પ્રવૃત્તિઓ અને પર્યાવરણીય અસંતુલનને કારણે, આજે ત્યાં વારંવાર પૂર અને ભૂસ્ખલન જેવી આફતો આવી રહી છે. આ વર્ષના પૂર અને ભૂસ્ખલનમાં સેંકડો લોકોના જીવ ગયા અને ઘણા ઘરો અને દુકાનો ધ્વસ્ત થઈ ગયા.
પર્વતોની ઢાળ અસ્થિર બની છે કારણ કે, પર્વતોને આડેધડ રીતે કાપીને ફોર-લેન રસ્તા અને ટનલ બનાવવામાં આવી રહ્યા છે.
નદીઓમાં જળચર જીવ (માછલી વગેરે) લુપ્ત થઈ રહ્યા છે. કારણ કે, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ નદીઓમાં પાણીનો ન્યૂનતમ જરૂરી પ્રવાહ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે.
કોર્ટે એમ પણ કહ્યું કે, ‘શક્તિશાળી સતલજ નદી હવે એક નાનો પ્રવાહ બની ગઈ છે.’
વધુમાં તેમણે કહ્યું કે, ‘પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન પહોંચાડીને આવક ન મેળવી શકાય.’
સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશ સરકારને નિર્ધારિત સમય મર્યાદામાં સોગંદનામું દાખલ કરવા અને ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોમાં બાંધકામ, નદીઓ અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, પહાડી ઢાળને મજબૂત બનાવવાના પગલાં જેવા મુદ્દાઓનો જવાબ આપવા કહ્યું હતું. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ‘પ્રકૃતિનું રક્ષણ કરવું એ કોઈ વિકલ્પ નથી, તે ફરજિયાત છે.’
પાણીની બોટલ, પોલીથીન કે ડિસ્પોઝેબલ વસ્તુ ન ખરીદો
સ્ટીલ કે કાચની બોટલ તમારી સાથે રાખો અને તેને ફરીથી ભરો.
કચરો યોગ્ય જગ્યાએ ફેંકો
કચરો ફક્ત ત્યાં જ ફેંકો જ્યાં કચરા પેટી હોય.
જો તમને કચરાપેટી ન મળે, તો તમારો કચરો બેગમાં નાખો અને શહેર/હોટેલમાં પાછા ફર્યા પછી ફેંકી દો.
ટૂંકા અંતરે ચાલીને જવું.
ટેક્સીને બદલે સ્થાનિક બસ અથવા શેરિંગ વાહનોનો ઉપયોગ કરો.
જંગલો અને નદીઓને નુકસાન ન કરો.
નદીઓમાં સાબુ/ડીટરજન્ટનો ઉપયોગ ન કરો.
વૃક્ષો અને છોડને નુકસાન ન કરો અને ફૂલો અને પાંદડા ન તોડવા.
સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણનો આદર કરો
સ્થાનિક ખાદ્ય પદાર્થો ખરીદો, આ સ્થાનિક અર્થતંત્રને મદદ કરશે.
“લીવ નો ટ્રેસ”ના નિયમનું પાલન કરો, માનો કે કુદરતી સૌંદર્યને જેમ મળ્યું તેમ છોડી દો. કોઈપણ કચરો, પોલીથીન અથવા કોઈપણ પ્રકારની ગંદકી પાછળ ન છોડો.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
