<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

પેન્ટાગોનમાં પિઝાના ઑર્ડર કેમ વધવા લાગ્યા ?

પિઝાના ઓર્ડરમાં અચાનક વધારો થાય તો તેને મોટી સુરક્ષા કટોકી કે સૈન્‍ય ગતિવિધિના સંકેત તરીકે જોવામાં આવે છે જેનો પેન્‍ટાગોન પિઝા ઇન્‍ડેકસ કહેવાય છે

નવી દિલ્‍હીઃ સામાન્ય રીતે દેશ દુનિયામાં મોટી હલચલ થવાની હોય ત્યારે પહેલા પશુ પ્રાણી આભાસ થાય છે એવી વાતો આપણે સાંભળી છે, અને ક્યાંકને ક્યાંક વીડિયોમાં જોવા પણ મળતું હોય છે. પણ અમેરિકાનું એક એવું રાજ્ય છે. જેમાં આવા અનુમાન પિઝાના વેચાણના આધારે થાય છે.

તમે આ સાંભળી ચોંકી જશો પણ આ વાત ખરી છે. અમેરિકાના પેન્ટાગોનની આસપાસ પિઝાના ઓર્ડરમાં અચાનક વધારો થાય તો તેને મોટી સુરક્ષા કટોકી કે સૈન્ય ગતિવિધિના સંકેત તરીકે જોવામાં આવે છે. જેને ‘પેન્ટાગોન પિઝા ઈન્ડેક્સ’ કહેવાય છે. ગત શુક્રવારે આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો, જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

(3:34 PM IST)