<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

ટીવી સિરિયલ ' રામાયણ' ફેમ રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું અવસાન : ફિલ્મી જગતમાં શોકનો માહોલ

જાણીતા ફિલ્મ નિર્માતા પ્રેમ સાગરનું 84 વર્ષની ઉંમરે નિધન થયું:‘રામાયણ’ના પાત્રો અરૂણ ગોવિલ અને સુનીલ લહેરીએ તેમની યાદમાં શ્રદ્ધાંજલિ આપી

જાણીતા ટેલીવિઝન સિરીયલ ‘રામાયણ’ના સર્જક અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્રીમનુ રામાનંદ સાગરના પુત્ર, પ્રેમ સાગરનું 84 વર્ષની વયે નિધન થયું. તેમના નિધનના સમાચાર આવતાની સાથે ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી છે. ‘રામાયણ’માં શ્રીરામ અને લક્ષ્મણનું લોકપ્રિય પાત્ર ભજવનારા અરણુ ગોવિલ અને સુનીલ લહેરીએ પણ પ્રેમ સાગરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

  પ્રેમ સાગર છેલ્લા થોડા સમયથી બીમાર હતા અને તેમને સારવાર માટે મુંબઈના બ્રીચ કૅન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ડોક્ટરો દ્વારા તેમને ઘરે લઈ જવા માટે સલાહ આપવામાં આવી હતી. તેમને ઘરે લઇ જવાતાં જ રવિવારે સવારે તેઓનું નિધન થયું હતું . અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગ્યે મુંબઈના પવનહંસ શ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા હતા 

રામાયણ’માં શ્રીરામના પાત્ર તરીકે જાણીતા અરણુ ગોવિલએ પ્રેમ સાગરના નિધન પર શોક વ્યક્ત કરતા તેમના ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ સાગરની એક તસ્વીર પોસ્ટ કરી હતી. તેઓએ લખ્યું, “’રામાયણ’ ટીવી સિરિયલને એક અનોખી દિશા આપીને ભગવાન શ્રીરામની મર્યાદા, આદર્શ અને શિક્ષાઓને ઈલેક્ટ્રોનિક માધ્યમથી દરેક ઘરમાં પહોંચાડનાર સ્વ. શ્રી રામાનંદ સાગરજીના પુત્ર અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્રી પ્રેમ સાગરજીના નિધનનો સમાચાર અત્યંત દુઃખદ છે. પ્રભુ શ્રીરામને પ્રાર્થના છે કે તેઓ દિવાંગત આત્માને શ્રીચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારમાં રહેલ લોકોનો આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.”

(6:37 PM IST)