News of Sunday, 31st August 2025
સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી: હવામાન ખાતાની ચેતવણી: ભારતમાં પૂર અને ભૂસ્ખલન જેવી આપદાનો વધતો ખતરો: ગુજરાતમાં ૪ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
ઓગસ્ટમાં રેકોર્ડ વરસાદ પછી નૈઋત્યનું ચોમાસુ વધુ તીવ્ર બની રહ્યું છે: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ્સને લીધે હિમાચલ અને ગુજરાત માટે વિશેષ ચેતવણી જાહેર: ચોમાસું સપ્ટેમ્બરમાં વિદાય નહીં લે

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ સપ્ટેમ્બર ૨૦૨૫માં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલન જેવી આપદાઓ વધી શકે છે. ઓગસ્ટમાં રેકોર્ડ વરસાદ પછી આ ચોમાસું વધુ તીવ્ર બની રહ્યું છે, જેમાં ઉત્તરાખંડ, હિમાચલ અને ગુજરાત જેવા વિસ્તારોમાં વિશેષ ચેતવણી જારી કરવામાં આવી છે. વિવિધ મીડિયા અને વેધર ચેનલ્સ પરથી મેળવેલી વિગતો અનુસાર, આ વરસાદના કારણોમાં પશ્ચિમી વિક્ષેપો અને લો-પ્રેશર સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. વિગતવાર જોઈએ તો ભારતીય હવામાન વિભાગએ રવિવારે જાહેર કરેલા અહેવાલમાં કહ્યું છે કે ચાલુ સપ્ટેમ્બર મહિનામાંમાં દેશમાં વરસાદ સામાન્ય કરતાં વધુ થશે, જે લાંબા ગાળાના સરેરાશ (૧૬૭.૯ મિમી)ના ૧૦૯%થી વધુ હશે. દેશના મોટા ભાગમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી છે, જ્યારે પૂર્વોત્તર, પૂર્વી વિસ્તારો, દક્ષિણના અંતિમ ભાગો અને ઉત્તરપશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહી શકે છે. આ વરસાદના કારણોમાં ચોમાસાની સક્રિયતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હ પશ્ચિમી વિક્ષોભને વારંવારની હલચલ અને બંગાળની ખાડી તથા અરબ સાગરમાંથી આવતી ભેજનું વધુ પ્રમાણ સામેલ છે. ઓગસ્ટમાં રેકોર્ડ વરસાદ પછી આ પરિસ્થિતિ વધુ તીવ્ર બની છે, જેમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં ૨૬૫ મિમી વરસાદ નોંધાયો છે, જે ૨૦૦૧ પછીનો સૌથી વધુ છે. આઈ એમ ડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ૧૯૮૦થી સપ્ટેમ્બરમાં વરસાદનું વલણ વધી રહ્યું છે, પરંતુ કેટલાક વર્ષોમાં તે ઓછું રહ્યું હતું. પ્રાદેશિક વિગતોમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરનો ખતરો છે. દિલ્હી, દક્ષિણી હરિયાણા અને ઉત્તરી રાજસ્થાનમાં જનજીવન અસરગ્રસ્ત થઈ શકે છે, જ્યારે છત્તીસગઢમાં મહાનદીના ઉપલા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, અને આગામી ૭ દિવસમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આશંકા છે. આમ સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્યથી વધુ રહેશે, જેના કારણે ઉત્તરાખંડમાં નદીઓ ઉફાન પર આવી શકે છે અને નીચલા વિસ્તારોમાં પૂર આવી શકે છે. ગુજરાતી મીડિયા અહેવાલો મુજબ ચોમાસું સપ્ટેમ્બરમાં વિદાય નહીં લે અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી છે. વેધર ચેનલ્સ જેમ કે વેધરડોટકોમ અને એક્યુવેધર પરથી મેળવેલી વિગતો અનુસાર, સપ્ટેમ્બરમાં ભારતમાં તાપમાન ૨૩–૩૪° સેન્ટિગ્રેડ વચ્ચે રહેશે, પરંતુ વરસાદને કારણે ભેજ અને પૂરનો ખતરો વધશે. અસમ અને કર્ણાટક જેવા વિસ્તારોમાં ૨ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને સરકાર અને સ્થાનિક વહીવટને તૈયારી કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી આપદાઓને ઘટાડી શકાય.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
