<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

પીએમ મોદીએ જિનપિંગને બ્રિક્સ સમિટ માટે આપ્યું આમંત્રણ

ભારત આવતા વર્ષે એટલે કે 2026માં બ્રિક્સ સમિટનું આયોજન કરશે.

નવી દિલ્હી : પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે ઓક્ટોબરમાં કાઝાનમાં થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા અંગે ચર્ચા થઈ હતી. જેમાં બંને પક્ષોએ કેટલાક લક્ષ્યો પણ નક્કી કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, વિદેશ સચિવે કહ્યું કે પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિને બ્રિક્સ સમિટમાં આમંત્રણ આપ્યું છે. રાષ્ટ્રપતિ જિનપિંગે આમંત્રણ બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો અને ભારતના બ્રિક્સ પ્રમુખપદ માટે ચીનનો સંપૂર્ણ ટેકો આપ્યો. ભારત આવતા વર્ષે એટલે કે 2026માં બ્રિક્સ સમિટનું આયોજન કરશે.

(10:34 PM IST)