<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

મહત્વના સમાચારો: ઝડપભેર વાંચી જાવ

ગુજરાતમાં ચોમાસાનો ૯૦ ટકા વરસાદ વરસી ગયો : ગાંધીનગર: ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં સરેરાશ ૯૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી, ૨૪ કલાક માટે પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

મોદી સ્ટેડિયમ પ્રવાસીઓ માટે પણ ખુલ્લુ મુકાશે : વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, હવે ક્રિકેટ પ્રેમીઓ ઉપરાંત સામાન્ય પ્રવાસીઓ માટે પણ ટૂંક સમયમાં ખુલ્લું મુકવામાં આવશે. 

 

૪૧ લાખ કરોડના ખર્ચે ભારત ઓસ્ટ્રેલિયામાં ૧૦ લાખ ઘરના નિર્માણ કરશે : વાણિજ્ય – ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત ઓસ્ટ્રેલિયામાં ૧૦ લાખ ઘરના નિર્માણ કરશે, વાતચીત ચાલુ,  આ પ્રોજેક્ટની કિંમત ૫૦૦ બિલિયન ડોલર  (રૂ. ૪૧ લાખ કરોડ) જેટલી હોઈ શકે છે.

(10:02 AM IST)