News of Monday, 1st September 2025
૩૯ વર્ષના હાર્ટના સર્જનને હોસ્પિટલ
માં રાઉન્ડ મારતી વખતે હાર્ટ-અટેક આવ્યો અને મરી ગયા

ચેન્નઈ તા.૧: ચેન્નઈની એક હોસ્પિટલમાં ડો. ગ્રેડલિન રોય નામના ૩૯ વર્ષના કાર્ડિએક સર્જન હોસ્પિટલમાં દરદીઓને તપાસી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ-અટેક આવતાં અચાનક જ ફસડાઈ પડ્યા હતા. બુધવારે ચેન્નઈની સવીથા મેડિકલ કોલેજમાં ડો. ગ્રેડલિન રાઉન્ડ મારી રહ્યા હતા એ જ વખતે તેઓ બેશુદ્ધ થઈને પડી ગયા હતા. હોસ્પિટલમાં એ વખતે નિષ્ણાતોની ફોજ હાજર હતી અને તમામ સાધનો પણ ઉપલબ્ધ હોવાથી તરત જ ડોક્ટરોએ તેમને CPR આપ્યું હતું. થોડીક ચેતના આવી એટલે તાત્કાલિક ડોક્ટરોએ ઍન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયા પણ કરી, પરંતુ હૃદયની ડાબી મુખ્ય ધમનીમાં ૧૦૦ ટકા બ્લોકેજ હોવાથી કશું જ કારગર નીવડ્યું નહીં. જસ્ટ ૪૦થીયે ઓછી ઉંમરે હાર્ટ-હેલ્થ માટે પૂરતી સાવધાની રાખ્યા પછી ડોક્ટરોની પણ આ હાલત થાય છે એ ચિંતાજનક છે. નિષ્ણાતોનું કહેવું છે કે રોજ ૧૨થી ૧૪ કલાક કામ કરવાને કારણે હૃદય પર વધુ સ્ટ્રેસ આવે છે. (૩૮.૯)
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
