News of Monday, 1st September 2025
બુલીયન માર્કેટમાં અવિરત તેજીઃ સોનામાં વધુ ૮૦૦-ચાંદીમાં ૨૦૦૦ રૂા.નો ઉછાળો
સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૦૭,૬૦૦ અને ચાંદીના ભાવ ૧,ર૬,૦૦૦ની નવી ઐતિહાસિક સપાટીએ : સોનાના ભાવ સવારે ૧,૦૮,૦૦૦ની નવી સપાટી બનાવ્યા બાદ બપોરે ૪૦૦ રૂા. ઘટી ગયા

રાજકોટ, તા., ૧: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં તેજીનો અવિરત દોર જારી રહેતા રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. આજે નવા સપ્તાહના પ્રારંભે સોનામાં ૮૦૦ રૂા. અને ચાંદીમાં ૨૦૦૦ રૂા.નો ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવોએ નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં મોડી રાત્રે સોનામાં વધુ ૮૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. શનિવારે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૦૬,૮૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૦૭,૬૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૮૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,૬૮,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૦,૭૬,૦૦૦ રૂા. થયા હતા.
આજે સવારે બજારો ખુલતાની સાથે જ સોનાના ભાવે ૧ર૦૦ રૂા.ના ઉછાળા સાથે ૧,૦૮,૦૦૦ની નવી સપાટી બનાવી હતી. જો કે બપોરે ફરી ૪૦૦ રૂા. ભાવ ઘટી જતા સોનાના ભાવ ૧,૦૭,૬૦૦ રૂા. થયા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ યથાવત રહયો છે. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના કારણે સ્થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૨૦૦૦ રૂા. નો ઉછાળો થયો હતો. શનિવારે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,ર૪,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,ર૬,૦૦૦ ની નવી ટોચની સપાટી બનાવી હતી.
ગતુ માસે સોનામાં ૧૦ ગ્રામે ૪૬૦૦ રૂા. અને ચાંદીમાં ૬પ૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. અમેરીકન ડોલર નબળો પડતા અને વૈશ્વિક અશાંતિના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર સોનાના ભાવો વધી રહયા હોય સ્થાનીક બજારમાં સોનાના ભાવ વધી રહયા છે.
ચાંદીમાં પણ સ્થાનીક અને વૈશ્વિકસ્તરે માંગ નિકળતા ભાવ વધારો થઇ રહયો છે. (૪.૯)
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
