News of Monday, 1st September 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૯૬
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૯૬: ‘‘કોઇ એવા સ્થાન ઉપર વાસ કરો જે અંતહીન રૂપે વિસ્તીર્ણ હોય.''
કોઇ પહાડ ઉપર જતા રહો કે જયાં તમે અંતહીન દુર સુધી જોઇ શકો. જો તમે અંતહીન રૂપે જોઇ શકો અને જો તમારી દૃષ્ટિ કયાંય અટકે નહી તો અહંકાર મટી જાય છે. અહંકાર માટે સીમાઓની જરૂર હોય છે. જેટલી સીમાઓ નક્કી હોય તો અહંકાર માટે સીમાઓની જરૂર હોય છે. જેટલી સીમાઓ નક્કી હોય તો અહંકાર માટે એટલું જ સરળ થઇ જાય છે.
‘‘કોઇ એવા સ્થળે વાસ કરો જે અંતહીન રૂપે વિસ્તીર્ણ હોય, વૃક્ષો, પહાડો, પ્રાણીઓ રહિત હોય ત્યારે મનના ભાર મટી જાય છે.મન ઘણું સુક્ષ્મ છે. તમે એક પહાડ ઉપર છો કે જયાં બીજું કોઇ નથી. પરંતુ નીચે કયાંય કોઇ ઝુંપડી તમને દેખાય જાય તો તમે એની સાથે વાતો કરવા લાગશો, એની સાથે સંબંધ બાંધી લેશો-સમાજ આવી ગયો. તમે જાણતા નથી કે ત્યાં કોણ રહે છે.પરંતુ કોઇ રહે છે અને ત્યાં સીમા બની જાય છે. તમે વિચારવા લાગશે કે ત્યાં કોણ રહે છે. દરરોજ તમારી નજરો એને શોધવા લાગશે. ઝુંપડી મનુષ્યતાનું પ્રતિક બની જશે.
તો વૃક્ષ પણ ના હોય, કારણ કે જે લોકો એકલા હોય છે તેઓ વૃક્ષ સાથે વાતો કરવાનુ શરૂ કરી દે છે. એમની સાથે મિત્રતા કરી દે છે. વાતોચીતો કરવા લાગે છે. તમે એ માણસની મુશ્કેલી સમજી શકતા નથી જે એકલો બનવા ગયો છે તે ઇચ્છે છે કે કોઇ એની પાસે હોય, તો તે વૃક્ષોને જ નમસ્તે અને આપ કેમ છો એમ કહેવું શરૂ કરી દે છે, અને વૃક્ષ પણ પ્રાણી છે. જો તમે ઇમાનદાર છો તો તેઓ પણ જવાબ આપવાનું શરૂ કરી દેશે અને ત્યાં પ્રતિસંવેદન થશે. તો તમે સમાજ ઉભો કરી શકોછે.
થોડા સમય પુરતા જુદા થઇ જાઓ જેથી એક અંતરથી જોઇ શકો કે તમે શું છો. તમે સમાજ સાથે જોડાયા સિવાય દૃષ્ટા બની શકો છો. સમાજ સાથે જોડાયા સિવાય, એમાં હોવા સિવાય, તમે પહાડ ઉપર બેઠેલા એક દૃષ્ટા, એક સાક્ષી થઇ શકો છો. તમે એટલા દુર છો, વિચલીત થયા વગરના પક્ષપાત રહિત તમે જોઇ શકો છો.
ીંસંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
