News of Monday, 1st September 2025
SCO ઘોષણાપત્રમાં પહેલગામ અને સરહદ પારના આતંકવાદનો ઉલ્લેખ : ચીનમાં પાકિસ્તાન બેનકાબ
ચીનમાં પોતાની શક્તિ બતાવીને ભારતે મોટી રાજદ્વારી જીત મેળવી

શાંઘાઈ, તા.૧: શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાંથી સૌથી મોટી વાત એ બહાર આવી છે કે તમામ દેશોએ ભારતના વલણને સમર્થન આપ્યું છે, જે આપણે હંમેશા આતંકવાદ અંગે અપનાવ્યું છે. SCO સમિટની સૌથી મહત્વની વાત એ હતી કે અહીં એક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તેમાં પહેલગામ હુમલાનો પણ ઉલ્લેખ છે. બધા દેશોએ સાથે મળીને સ્વીકાર્યું છે કે પહેલગામમાં હુમલો ખોટો હતો અને આવા આતંકવાદી હુમલાઓ સ્વીકાર્ય નથી.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોએ ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. તેમણે હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ભાર મૂકયો કે હુમલાના ગુનેગારો, યોજનાકારો અને પ્રાયોજકોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ.
સભ્ય દેશોએ આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે પોતાના દૃઢ નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે આ જૂથોનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કરવો સ્વીકાર્ય નથી. તેમણે એ પણ ભાર મૂકયો કે આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવામાં સાર્વભૌમ દેશો અને તેમની સક્ષમ સંસ્થાઓની ભૂમિકા સર્વોપરી છે. બધા સભ્ય દેશોએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની સ્પષ્ટ નિંદા કરી અને કહ્યું કે આતંકવાદ સામે બેવડા ધોરણો અસ્વીકાર્ય છે. તેમણે સરહદ પારના આતંકવાદ સહિત દરેક પ્રકારના આતંકવાદ સામે એક થઈને લડવાની અપીલ કરી.
ભારત માટે આ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે ચીન SCO ઘોષણામાં પહેલગામ હુમલાનો સમાવેશ કરી રહ્યું ન હતું. જૂનમાં યોજાયેલી સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફક્ત આ કારણોસર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં, પહેલગામ હુમલાની નિંદા કરનારા અને આતંકવાદ સામે એક થવું એ ભારત માટે એક મોટી રાજદ્વારી જીત છે.
SCO ઘોષણામાં ‘એક પળથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય'ની થીમને સમર્થન આપવામાં આવ્યું છે, જે ભારતના વૈશ્વિક દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. ૩ થી ૫ એપ્રિલ દરમિયાન નવી દિલ્હીમાં આયોજિત ૫મા SCO સ્ટાર્ટઅપ ફોરમના સફળ આયોજનની પણ પ્રશંસા કરવામાં આવી હતી. SCO થિંક ટેન્ક ફોરમની ૨૦મી બેઠકના સંગઠનને પણ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું હતું, જેણે ચર્ચાઓને નવી દિશા આપી હતી.
સભ્ય દેશોએ સાંસ્કળતિક અને માનવતાવાદી સહયોગને મજબૂત બનાવવામાં ભારતીય વિશ્વ બાબતો પરિષદમાં સ્થિત SCO અભ્યાસ કેન્દ્રની ભૂમિકાની પણ પ્રશંસા કરી. આ સંયુક્ત ઘોષણાપત્રથી સ્પષ્ટ થાય છે કે SCO પ્લેટફોર્મ પર ભારતની ભૂમિકા સતત વધી રહી છે અને સભ્ય દેશો ભારતના નેતળત્વ અને યોગદાનને સકારાત્મક દિશામાં જોઈ રહ્યા છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
