News of Monday, 1st September 2025
૭માં ધોરણની છાત્રા પર પ્રિન્સિપાલે નજર બગાડી
લવ લેટર પણ લખ્યો હતોઃબાળકીએ રડતાં-રડતાં બધી વાતો જણાવી : છાત્રાની માતાએ દીકરી સાથે જઈને ડીએમ-એસએસપીને ઘટનાની ફરિયાદ કરી

અલીગઢ, તા.૧
અલીગઢમાં સરકારી સ્કૂલના હેડ માસ્ટરની હિંમત એટલી વધી ગઈ છે કે તેમણે પોતાની જ સ્કૂલની છાત્રાને લવ લેટર લખી નાખ્યો.
હેડ માસ્ટરે ૧૧ વર્ષની છાત્રાને કહ્યું કે, હું તારી સાથે નિકાહ કરવા માગું છું. હકીકતમાં જોઈએ તો, અલીગઢમાં સરકારી સ્કૂલના હેડ માસ્ટર ધોરણ ૭ની છાત્રા સાથે છેડતી કરતો હતો. હેડ માસ્ટરે ૧૧ વર્ષની છાત્રાને કહ્યું કે, હું તારી સાથે નિકાહ કરવા માગું છું.
બાળકીને ધમકી આપી કે જો આના વિશે કોઈને કહેશે તો પરીક્ષામાં ફેલ કરી દેશે. ત્યાર બાદ બાળકી ગભરાઈ ગઈ, ડરી ડરીને રહેવા લાગી. દીકરીનો વ્યવહાર જોઈ મા ગભરાઈ ગઈ. બાળકીને પ્રેમથી પૂછ્યું- કેમ આવી રીતે ડરેલી છે, ત્યારે માસૂમે આખી વાત જણાવી દીધી. આ સાંભળતા જ માતાના હોશ ઊડી ગયા.
બાળકીએ રડતાં-રડતાં બધી વાતો જણાવી. કહ્યું- અમારા હેડ માસ્ટર શકીલ અહમદ મને ખરાબ ઈરાદા સાથે પકડી મારી સાથે અશ્લીલ હરકતો કરી. વિરોધ કરતા પરીક્ષામાં ફેલ કરવાની ધમકી આપતા. આવું કહેતા બાળકી રડવા લાગી. દીકરીએ કહ્યું કે, હેડ માસ્ટર કહે છે કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને નિકાહ કરીશ.
છાત્રાની માતાએ જણાવ્યું કે, હેડ માસ્ટર મારી દીકરી સાથે ઘણા દિવસથી આવી હરકતો કરતો હતો. મારી દીકરી એક દિવસ સ્કૂલે આવીને રડવા લાગી. મેં પૂછ્યું શું થયું તો તેણે કહ્યું કે, સ્કૂલમાંથી મારું નામ હટાવી દો. ત્યાં હેડ માસ્ટર મારી સાથે ગંદી હરકતો કરે છે. હેડ માસ્ટરે મારી દીકરીને લેટર પણ આપ્યો હતો. મારી દીકરીને કહે છે કે, તને હું બહુ પ્રેમ કરું છું. તું મારી વાઇફ જેવી લાગે છે. સતત મારી દીકરીને હેરાન કરતો હતો. તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરો.
આ મામલામાં છાત્રાની માતાએ દીકરી સાથે જઈને ડીએમ-એસએસપીને ઘટનાની ફરિયાદ કરી. ફરિયાદ મળ્યા બાદ અધિકારીઓએ તપાસ કરી પોક્સો એક્ટમાં ફરિયાદ નોંધાવી. પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે અને આરોપી પ્રિન્સિપલ શકીલ અહમદની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે જેલમાં મોકલી દીધો છે. તો વળી બેસિક શિક્ષણ અધિકારી રાકેશ કુમારે આરોપી પ્રિન્સિપલ શકીલને સસ્પેન્ડ કરી દીધો છે અને સેવા પૂર્ણ રીતે સમાપ્તિની તૈયારી ચાલી રહી છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
