<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ગુરુગ્રામ-નોઈડામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, દિલ્હી-જયપુર હાઈવે પર ૨૦ કિમી લાંબો ટ્રાફિક જામ: લોકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ

ગુરુગ્રામમાં સૌથી ખરાબ સ્થિતિ: નોઈડા સેક્ટર ૧૬A નજીક ગ્રેટર નોઈડા તરફ જતા રસ્તા પર પણ હાલાકી: સિરહોલ બોર્ડરથી માનેસર સુધી અને IFFCO ચોકના ફ્લાયઓવર પર ગંભીર સ્થિતિ

 ગુરુગ્રામ અને નોઈડામાં સોમવારે સાંજે પડેલા ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગુરુગ્રામમાં ત્રણ કલાક સુધીના સતત વરસાદને કારણે દિલ્હી-જયપુર હાઈવે પર ૨૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો, જેનાથી વાહનચાલકો અટવાઈ ગયા હતા  
ગુરુગ્રામમાં વઝીરાબાદ વિસ્તારમાં સૌથી વધુ ૮૫ મિમી વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દિલ્હી-જયપુર હાઈવે પર માનેસર, રામપુર, નોરંગપુર અને નરસિંહપુર ગામ પાસે સર્વિસ લેન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સિરહોલ બોર્ડરથી માનેસર સુધી અને IFFCO ચોકના ફ્લાયઓવર પર ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ જોવા મળી.
ગુરુગ્રામની જેમ નોઈડામાં પણ વરસાદે જામની સ્થિતિ વધુ ખરાબ કરી. ખાસ કરીને સાંજે ઓફિસથી ઘરે જતા સમયે, નોઈડા સેક્ટર ૧૬A નજીક ગ્રેટર નોઈડા તરફ જતા રસ્તા પર અનેક કિલોમીટર લાંબો જામ લાગ્યો.
ટ્રાફિક પોલીસે લોકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપી છે, કારણ કે શહેરના મુખ્ય માર્ગો જેમ કે શીતલા માતા રોડ અને સુભાષ ચોક પર પણ પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે

(10:00 PM IST)