<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

શિક્ષકોએ નોકરી કરવી હોય તો TET પાસ કરવી જરુરી, જો નહીં કરે તો ઘરભેગા

શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો નેશનલ કાઉન્‍સિલ ફોર ટીચર એજ્‍યુકેશને ૨૦૧૦માં આ ન્‍યૂનતમ યોગ્‍યતા નક્કી કરી હતી કે ધોરણ ૧થી ૮ સુધી ભણાવતા શિક્ષકોને TET પાસ કરવી જરૂરી હશે

નવી દિલ્‍હી,તા.૦૨: સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્‍ચે શિક્ષકોની યોગ્‍યતા (TET પરીક્ષા) અને અલ્‍પસંખ્‍યક સંસ્‍થાઓના અધિકારો સાથે જોડાયેલા કેસને મુખ્‍ય ન્‍યાયાધીશને મોકલી દીધો છે. જેથી તેને મોટી બેન્‍ચ દ્વારા સાંભળી શકાય. કોર્ટે કહ્યું કે, જે શિક્ષકોની નોકરીમાં ૫ વર્ષથી ઓછી સેવા બાકી છે, તેઓ TET પાસ કર્યા વિના ભણાવી શકશે, પણ આ દરમિયાન તેમને કોઈ પ્રમોશન મળશે નહીં, જેમની નોકરીમાં ૫ વર્ષથી વધારે સેવા બાકી છે, તેમણે ૨ વર્ષની અંદર વ્‍ચ્‍વ્‍ પાસ કરવી પડશે.

કોર્ટે એવું પણ સ્‍પષ્ટ કર્યું છે કે જે શિક્ષકો પરીક્ષા પાસ નથી કરી શકતા, તે કાં તો સેવા છોડી શકે છે અથવા ફરજિયાત સેવાનિવૃત્તિ લઈ ટર્મિનલ બેનિફિટ્‍સ પ્રાપ્ત કરી શકે છે. આ ચુકાદો તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત કેટલાય રાજ્‍યોમાંથી આવેલી અરજીઓને લઈને આપ્‍યો છે.

આપને જણાવી દઈએ કે, નેશનલ કાઉન્‍સિલ ફોર ટીચર એજ્‍યુકેશને ૨૦૧૦માં આ ન્‍યૂનતમ યોગ્‍યતા નક્કી કરી હતી કે ધોરણ ૧થી ૮ સુધી ભણાવતા શિક્ષકોને TET પાસ કરવી જરૂરી હશે. ત્‍યાર બાદથી આ પરીક્ષા કોઈ પણ અધ્‍યાપકની શિક્ષણ ગુણવત્તા ખાતરી કરવાનું માધ્‍યમ માનવામાં આવશે.

કોર્ટે કહ્યું કે, કેટલાય શિક્ષકો છેલ્‍લા ૨૦ વર્ષથી ટેટ પાસ કર્યા વિના ભણાવી રહ્યા છે અને તેમના પર કોઈ ફરિયાદ થઈ નથી. ૨૦૧૪માં આવેલા પ્રમટી ચુકાદા પર કોર્ટે સવાલો ઉઠાવ્‍યા છે. આ ચુકાદામાં કહેવાયું હતું કે, RTE કાયદો અલ્‍પસંખ્‍યક સંસ્‍થાઓ પર લાગુ થશે નહીં.

હવે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ ચુકાદા પર ફેરવિચારણા જરૂરી છે. આ મામલો હવે સીજેઆઈને મોકલી દેવામાં આવ્‍યો છે, જેથી એક મોટી બેન્‍ચ એ નક્કી કરી શકે કે ય્‍વ્‍ચ્‍ કાયદો અને અલ્‍પસંખ્‍યક સંસ્‍થાઓના અધિકારોમાં ટકરાવ છે કે નહીં. RTEની અમુક કલમો અલ્‍પસંખ્‍યક સંસ્‍થાઓ માટે લાગુ થશે કે નહીં.

સુપ્રીમ કોર્ટે આરટીઆઈ અને અલ્‍પસંખ્‍યક સંસ્‍થાઓના અધિકારોની વચ્‍ચે ટકરાવનો મામલો મુખ્‍ય ન્‍યાયાધીશને મોકલ્‍યો, જેથી તેને સાત ન્‍યાયાધીશોની પીઠને મોકલી શકાય. શું કલમ ૧૨(૧)(સી)ને આ વિશેષ અલ્‍પસંખ્‍યક સમુદાયના બાળકો માટે સમજવું જોઈએ? શું આરટીઆઈને અલ્‍પસંખ્‍યક અધિકારોના અધિકાર ક્ષેત્રમાંથી બહાર ઘોષિત કરી દેવું જોઈએ?(૪૦.૧૦)

(9:36 AM IST)