News of Tuesday, 2nd September 2025
વર્ષે ૧૬ લાખની આવક છતાં પત્નીએ ભરણપોષણ માગ્યું: પતિએ વિરોધ કર્યો અને કેસ જીતી ગયો
ફેમિલી કોર્ટે તેને ૩૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિનાનું ભરણપોષણ રકમ આપી હતી, જો કે પતિએ મદ્રાસ હાઈકોર્ટમાં તેની આવક અને સંપત્તિનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી,તા.૦૨: મદ્રાસ હાઈકોર્ટે ૨૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ એક ડોક્ટરને ભરણ-પોષણ આપવાની ના પાડી દીધી. કારણ કે આ સાબિત થઈ ગયું હતું કે તેની પાસે ખુદની આવકનો સ્ત્રોત છે અને પતિ પહેલાથી તેમના દીકરાના ભરણપોષણ અને શિક્ષણનો ખર્ચો ઉઠાવી રહ્યો છે. આ મામલા વિશે સંક્ષેપમાં વાત કરીએ તો, તે એક ડોક્ટર છે અને એક કંપનીની ડાયરેરેક્ટર પણ છે. તેણે પોતાના પતિ પાસેથી ભરણપોષણની માગ કરી હતી, જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં તેની આવક ૪૭ લાખથી વધારે હતી અને તેની પાસે કથિત રીતે ૦.૩૧ એકર જમીન છે, જેની કિંમત કેટલાય કરોડ રૂપિયા છે. તેણે આ ભરણ-પોષણ પોતાના પતિ પાસેથી ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા છૂટાછેડાના કેસ દરમ્યાન માગ્યું હતું.
ફેમિલી કોર્ટે તેને ૩૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિનાનું ભરણપોષણ રકમ આપી હતી, જો કે પતિએ મદ્રાસ હાઈકોર્ટમાં તેની આવક અને સંપત્તિનો ઉલ્લેખ કર્યો. હાઈકોર્ટે કહ્યું કે, તેમને કોઈ કારણ નથી દેખાતું કે આ પત્ની, જેની પાસે પહેલાથી પૂરતી આવક છે, તે પોતાના પતિ પાસેથી વધારે ધનની જરૂરિયાત શું કામ હશે, જ્યારે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે ૨૨ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કહ્યું કે, કલમ ૨૪નો ઉદ્દેશ્ય ખાલી પત્નીને વચગાળાના ભરણ-પોષણ આપવાનું છે, જેથી તે આરામદાયક જીવન જીવી શકે. મને નથી લાગતું કે, પત્ની પાસે પહેલાથી પૂરતી આવક નથી, જેનાથી તેને અરજીકર્તા પાસેથી વચગાળાનું ભરણપોષણ તરીકે ધનની જરૂરિયાત હોય.
મદ્રાસ હાઈકોર્ટના આદેશ અનુસાર, તારીખ ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ આ કેસની સમયરેખા કંઈક આવી છે
૨૦૧૯- એક પતિ અને પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો અને ચેન્નઈ, તમિલનાડૂના ચોથા અધિક પ્રધાન ફેમિલી કોર્ટમાં હિન્દુ વિવાહ અધિનિયમ અંતર્ગત કેસ નોંધાયો.
૨૦૨૧માં ફેમિલી કોર્ટે પતિને પોતાના દીકરાની સ્કૂલ ફી, જેમાં નીટ કોચિંગ ફી પણ સામેલ છે, તેની ચુકવણી કરવાનો આદેશ આપ્યો, પતિએ પૈસાની ચુકવણી કરી દીધી.
૨૦૨૩- ફેમિલી કોર્ટે એક સામાન્ય આદેશ પાસ કર્યો, જેમાં પતિને પત્ની અને દીકરાને છૂટાછેડાના કેસના નિવારણ માટે દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા વચગાળાનું ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો.
૨૦૨૩માં પત્નીએ મદ્રાસ હાઈકોર્ટમાં સંવિધાન અનુચ્છેદ ૨૨૭ અંતર્ગત ભરણ-પોષણ રકમ વધારવા માટે એક નાગરિક પુનરીક્ષણ અરજી દાખલ કરી.
પત્નીના વકીલોએ હાઈકોર્ટમાં છેલ્લા ત્રણ વર્ષોમાં તેની ૪૭ લાખ રૂપિયાની આવકની વાત સ્વીકારી છે. મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ પી.બી. બાલાજીએ ૨૨ ઓગસ્ટ, ૨૦૨૫ને કહ્યું કે, હાલના કેસમાં, આ વિવાદિત નથી કે પ્રતિવાદી એક કંપનીની ડિરેક્ટર છે. પ્રતિવાદી એક ડોક્ટર પણ છે, જે ફેબ્રુઆરી ૨૦૧૬થી નિયમિત રીતે લાભાંશ પ્રાપ્ત કરી રહી છે.
હકીકતમાં કંપની દ્વારા જાહેર ૩૦ જૂન, ૨૦૨૫ના નિવેદનમાં આ તથ્ય પ્રમાણિત થાય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રતિવાદીને ૧૫ લાખ રૂપિયાની શુદ્ધ રકમની ચુકવણી કરી છે, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૧૬ લાખ રૂપિયા અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૧૬.૨ લાખ રૂપિયાની ચુકવણી કરી છે. આ તમામ ચુકવણી ય્વ્ઞ્લ્ દ્વારા કરી છે.
ન્યાયમૂર્તિ પી.બી. બાલાજીએ કહ્યું કે, હકીકતમાં નિર્દેશો પર, પ્રતિવાદીના વકીલે પણ પુષ્ટિ કરી કે આ રકમ પ્રતિવાદીને પ્રાપ્ત થઈ છે. જો કે પ્રતિવાદીનો આ તર્ક છે કે આ તમામ રકમ તેમના દીકરાના શૈક્ષણિક ખર્ચને પૂરા કરવામાં જતી રહી અને એટલા માટે પ્રતિવાદી/પત્ની વચગાળાના ભરણપોષણની માગ કરવા માટે હકદાર છે અને તેનો લાભાંશ તરીકે આવકના વચગાળાના ભરણ-પોષણની માગમાં અડચણ ન બની શકે. (૪૦.૮)
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
