<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ભારતમાં ગેરકાયદેસર ઘુસણખોરોને હવે ૫ વર્ષની જેલઃ ૫ લાખ રૂપિયા દંડ

ભારતમાં ૧ સપ્‍ટેમ્‍બરથી ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્‍ટ, ૨૦૨૫ અમલમાં: આ કાયદા હેઠળ, નકલી પાસપોર્ટ સાથે અથવા વિઝા વિના ભારત આવનારાઓને ૭ વર્ષ સુધીની જેલ અને ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે : હોટલ, યુનિવર્સિટીઓ અને હોસ્‍પિટલો માટે વિદેશી નાગરિકો વિશે માહિતી આપવી ફરજિયાત રહેશે, નવો કાયદો ચાર જૂના કાયદાઓને બદલે છે, ઇમિગ્રેશન અને ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે અગાઉ ચાલતા ચાર કાયદાઓ નાબૂદ કરવામાં આવ્‍યા છે

 

નવી દિલ્‍હી, તા.૨: ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો અને ઇમિગ્રેશન બાબતોને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવેલ ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્‍ટ, ૨૦૨૫ ૧ સપ્‍ટેમ્‍બરથી અમલમાં આવ્‍યો છે. ગળહ મંત્રાલયે સોમવારે તેનું જાહેરનામું બહાર પાડ્‍યું. આ બિલ સંસદના બજેટ સત્ર દરમિયાન પસાર થયું હતું અને ૪ એપ્રિલ ૨૦૨૫ ના રોજ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. હવે તેને કાયદા તરીકે લાગુ કરવામાં આવ્‍યો છે.

ગળહ મંત્રાલયના અધિક સચિવ નિતેશ કુમાર વ્‍યાસ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્‍યું છે કે, કેન્‍દ્ર સરકાર, ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, ૨૦૨૫ (૨૦૨૫ ના ૧૩) ની કલમ ૧ ની પેટા-કલમ (૨) માં આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ૧ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ ને અમલીકરણની તારીખ તરીકે જાહેર કરે છે.

આ કાયદા હેઠળ, ભારતમાં પ્રવેશવા, રહેવા અથવા બહાર નીકળવા માટે નકલી પાસપોર્ટ અથવા વિઝાનો ઉપયોગ કરનારા (એટલે કે છેતરપિંડી કરે છે) હવે ૭ વર્ષ સુધીની જેલ અને મહત્તમ ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. લઘુત્તમ સજા ૨ વર્ષ અને લઘુત્તમ ૧ લાખ રૂપિયા દંડ નક્કી કરવામાં આવ્‍યો છે.

જો કોઈ વિદેશી નાગરિક માન્‍ય પાસપોર્ટ અથવા મુસાફરી દસ્‍તાવેજ વિના, જેમ કે વિઝા વિના, ભારતમાં પ્રવેશ કરે છે, તો તેને ૫ વર્ષ સુધીની જેલ અથવા ૫ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

આ કાયદાએ બ્‍યુરો ઓફ ઇમિગ્રેશનને વધુ મજબૂત બનાવ્‍યું છે. હવે આ એજન્‍સી ગેરકાયદેસર વિદેશી નાગરિકોને તાત્‍કાલિક દેશનિકાલ કરી શકશે અને રાજ્‍યો સાથે સીધો સંકલન કરશે. આ સાથે, હોટલ, યુનિવર્સિટીઓ, અન્‍ય શૈક્ષણિક સંસ્‍થાઓ, હોસ્‍પિટલો અને ર્નસિંગ હોમ માટે સમયાંતરે વિદેશી નાગરિકો સંબંધિત માહિતી પૂરી પાડવાનું ફરજિયાત બનાવવામાં આવ્‍યું છે. જો કોઈપણ સંસ્‍થામાં ગેરકાયદેસર વિદેશી નાગરિકો મળી આવશે, તો તેનું નોંધણી રદ કરવામાં આવશે.

તમામ આંતરરાષ્‍ટ્રીય એરલાઇન્‍સ અને જહાજ કંપનીઓએ ભારત પહોંચતા જ તેમના મુસાફરો અને ક્રૂની સંપૂર્ણ સ્‍પષ્ટ અને આગોતરી માહિતી સિવિલ ઓથોરિટી અથવા ઇમિગ્રેશન અધિકારીને આપવાની રહેશે. નવા કાયદાના અમલ પછી, જૂનો કાયદો નાબૂદ કરવામાં આવ્‍યો છે. આ નવો કાયદો વિદેશી નાગરિકો અને ઇમિગ્રેશન સંબંધિત તમામ બાબતોને એક જ કાયદા હેઠળ લાવે છે.

અત્‍યાર સુધી, પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) અધિનિયમ, ૧૯૨૦ સહિત ચાર અલગ અલગ કાયદા અમલમાં હતા; આમાં વિદેશીઓની નોંધણી અધિનિયમ, ૧૯૩૯નો સમાવેશ થાય છે; ફોરેનર્સ એક્‍ટ, ૧૯૪૬ અને ઇમિગ્રેશન (કેરિયર્સ લાયબિલિટી) એક્‍ટ, ૨૦૦૦.હવે આ બધા કાયદા રદ કરવામાં આવ્‍યા છે. ગળહ મંત્રાલય માને છે કે આ કાયદો ભારતમાં રાષ્‍ટ્રીય સુરક્ષા અને ઇમિગ્રેશન સિસ્‍ટમને વધુ મજબૂત બનાવશે, તેમજ નકલી પાસપોર્ટ અથવા વિઝાના આડમાં દેશમાં રહેતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરશે. (રર.૬)

(4:14 PM IST)