<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

કાલથી ૨ દિવસ GST કાઉન્‍સીલની બેઠક

૯૦ થી વધુ પ્રોડકટ પર ટેક્ષ ઘટશે

નવી દિલ્‍હી, તા.૨: GST કાઉન્‍સિલની બેઠક ૩-૪ સપ્‍ટેમ્‍બરના રોજ નવી દિલ્‍હીમાં યોજાશે. આ બેઠકમાં કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજ્‍યોના નાણામંત્રીઓ અને નાણા સચિવો સાથે GST દર ઘટાડવા અને સ્‍લેબને તર્કસંગત બનાવવા અંગે ચર્ચા કરશે. સૌની નજર ૧૨% અને ૨૮% સ્‍લેબમાં આવતી સેવાઓ તેમજ ૧૮% સ્‍લેબમાં આવતી કેટલીક સેવાઓ પર કાઉન્‍સિલ શું વલણ અપનાવે છે તેના પર છે. બેઠકમાં, ૧૨% વસ્‍તુઓમાંથી મોટાભાગની વસ્‍તુઓને ૫% સ્‍લેબ અને ૨૮% સ્‍લેબમાં અને તેમના ઉત્‍પાદનોને ૧૮% અને ૪૦% સ્‍લેબમાં લાવવા અંગે ચર્ચા થશે.

જો હોટલ ભાડા પર GSTમાં ઘટાડો થાય છે, તો મધ્‍યમ અને લક્‍ઝરી હોટલોનું બુકિંગ વધી શકે છે. સસ્‍તા વિમાન ભાડા અને આતિથ્‍યને કારણે સ્‍થાનિક પ્રવાસનને રાહત મળશે.

સરકારનો ઉદ્દેશ્‍ય કર દર ઘટાડીને ગ્રાહકોનો બોજ ઘટાડવાનો છે, પરંતુ આનાથી આવક પર અસર પડી શકે છે. ઉત્‍પાદનોના સ્‍લેબમાં ફેરફાર કરવો એટલું સરળ રહેશે નહીં. ઉદાહરણ તરીકે, હાલમાં વીમા અને નાણાકીય સેવાઓ પર ૧૮% GST લાગુ છે. મંત્રીઓના જૂથ (GoM) એ પ્રસ્‍તાવ મૂકયો છે કે જીવન વીમા, ટર્મ વીમા અને આરોગ્‍ય વીમાના પ્રીમિયમ પર GST શૂન્‍ય અથવા ૫્રુ સુધી ઘટાડી શકાય. જો આવું થાય તો પણ, થર્ડ પાર્ટી મોટર વીમા, કાર વીમો, ઘર વીમો જેવા ઘણા વીમા પર GST ૧૮% રહેશે. ઘણી સમાન સેવાઓમાં વર્ગીકરણની સમસ્‍યા છે.

હાલમાં, હોટલોમાં પ્રતિ રાત્રિ રૂ. ૭,૫૦૦ સુધીના રૂમ ૧૨% સ્‍લેબમાં છે, જ્‍યારે તેનાથી ઉપરના રૂમ ૧૮% સ્‍લેબમાં આવે છે. તેવી જ રીતે, હવાઈ મુસાફરીમાં ઇકોનોમી ક્‍લાસ અને બિઝનેસ ક્‍લાસ માટે અલગ સ્‍લેબ છે. એપાર્ટમેન્‍ટ જાળવણી ચાર્જ પર પણ વિવાદ છે. લોકો તેને ઘટાડવાની માંગ કરી રહ્યા છે. કેસિનો અને રેસ ક્‍લબ એન્‍ટ્રી ફી પર ૨૮% GST લાગુ પડે છે, જેને વધારીને ૪૦% કરવાની પણ ચર્ચા થઈ રહી છે. તેવી જ રીતે, ઘણી સેવાઓ સમાન પ્રકળતિની હોવા છતાં અલગ અલગ સ્‍લેબ ધરાવે છે, જે વિવાદો અને મૂંઝવણ પેદા કરે છે.

(11:15 AM IST)