<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

સોના-ચાંદીના ભાવો ટોચેથી પટકાયાઃ ચાંદીમાં ૧પ૦૦ અને સોનામાં ૧૦ ગ્રામે ૭૦૦ રૂા. ઘટયા

આજે સવારે ચાંદીના ભાવ ૧,ર૭,૦૦૦ અને સોનાના ભાવ ૧,૦૮,૦૦૦ રૂા.ની સપાટી પહોંચ્‍યા બાદ બપોરે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ગાબડું

રાજકોટ, તા., ૨: બુલીયન માર્કેટમાં  આજે સોના-ચાંદીનાં ભાવમાં અફડાતફડી બોલી ગઇ હતી. સવારે બજારો ખુલતાની સાથે બંને કિંમતી ધાતુઓના ભાવો ટોચની સપાટીએ પહોંચ્‍યા બાદ બપોરે ફરી પટકાયા હતા. ચાંદીમાં ૧પ૦૦ અને સોનામં ૭૦૦ રૂા. ઘટી ગયા હતા.

બુલીયન માર્કેટમાં આજે સવારે સેન્‍ટમાં તેજીને કારણે  ચાંદીમાં તેજીનો ચળકાટ યથાવત રહયો હતો. વધુ ૧૦૦૦ રૂા.નો ઉછાળો થતા ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલોનો ભાવ ૧,ર૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે સવારે ૧,ર૭,૦૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. જો કે બપોરે ચાંદીના ભાવમાં ૧પ૦૦ રૂા. ઘટી ગયા હતા. ચાંદીના ભાવ ૧,ર૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,રપ,પ૦૦ રૂા. થઇ ગયા હતા.

 તેમજ સોનામાં પણ સવારે વધુ ૪૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે  સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૦૭,૬૦૦ રૂા. હતા તે વધીને આજે સવારે ૧,૦૮,૦૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી. જો કે બપોરે સોનાના ભાવમાં ૭૦૦ રૂા. તૂટયા હતા. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૦૮,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૦૭,૩૦૦ રૂા. થઇ ગયા હતા. છેલ્લા બે દિવસમાં સોનામાં ૧૦ ગ્રામે ૧૨૦૦ રૂા. અને ચાંદીમાં ૩૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. જો કે બપોરે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં ફરી ગાબડા પડયા છે. (૪.૯)

 

 

(3:02 PM IST)