News of Tuesday, 2nd September 2025
૨ અને ૩ સપ્ટેમ્બરની હાપા/જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા ઍક્સપ્રેસ રદ

રાજકોટ, તા. ર: : ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઈન પર બ્રિજ નંબર ૧૭માં મિસઅલાઇનમેંટ થવાને લીધે રેલવેની અવરજવર સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૨ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ થયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
૧) ૦૨.૦૯.૨૦૨૫ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૪૭૫ હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા ઍક્સપ્રેસ રદ.
૨) ૦૩.૦૯.૨૦૨૫ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૪૭૭ જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા ઍક્સપ્રેસ રદ. (૯.ર૧)
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
