News of Tuesday, 2nd September 2025
ખરાબ હવામાન વચ્ચે કાશ્મીરમાં મટનનો પુરવઠો પ્રભાવિત
રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થવાને કારણે ‘અછતની શકયતા'

(સુરેશ એસ દુગ્ગર) જમ્મુ તા. રઃ જ્યારે સમગ્ર રાજ્યમાં હવામાન ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યું છે અને વાદળો અને વરસાદ ભયંકર પરિસ્થિતિઓ બનાવી રહ્યા છે અને વિનાશ મચાવી રહ્યા છે, ત્યારે કાશ્મીરીઓ આવી સ્થિતિમાં પણ મટનની ચિંતા કરી રહ્યા છે.
શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારંવાર બંધ થયા પછી ખીણમાં મટનના પુરવઠામાં વિક્ષેપ અંગે કાશ્મીર મટન ડીલર્સ એસોસિએશને ચિંતા વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં ભારે અછતની ચેતવણી આપી છે.
એસોસિએશનના જનરલ સેક્રેટરી મેહરાજુદ્દીન ગનાઈએ જણાવ્યું હતું કે હાઇવે લગભગ એક અઠવાડિયા માટે બંધ હતો અને ટ્રાફિક માટે ફક્ત આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો, જેના કારણે પશુઓની અવરજવર પર ખરાબ અસર પડી છે. મેહરાજે કહ્યું કે ઓગસ્ટના અંત, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના આ મહિનાઓ કાશ્મીરમાં લગ્નની ટોચની મોસમ છે. ઘણા વાહનો સમયસર પહોંચી શકયા નહીં અને જો પરિસ્થિતિ આવી જ રહેશે તો ખીણમાં મટનની મોટી અછત સર્જાઈ શકે છે.
તેઓ કહેતા હતા કે ડીલરો ‘‘આંશિક રીતે'' પુરવઠાનું સંચાલન કરી રહ્યા છે, પરંતુ વિક્ષેપનો અર્થ એ છે કે લોકોને ગમે ત્યારે અચાનક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓ પશુપાલકોના વાહનોને એક કલાક માટે આવવા દે છે અને પછી તેને બે કલાક સુધી લંબાવી દે છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
