News of Tuesday, 2nd September 2025
ભોપાલમાં ટ્રમ્પના 'અંતિમ સંસ્કાર': ૫૦% ટેરિફથી નારાજ ભગવા પક્ષનો અનોખો વિરોધ, ૧૩ દિવસ બાદ 'મૃત્યુ ભોજન' યોજાશે!
વિરોધનું કારણ અને ભવિષ્યની યોજના: આ ઉપરાંત, ભગવા પક્ષે દેશભરમાં 'સ્વદેશી અપનાઓ' અભિયાન ચલાવીને અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી

ભોપાલ: ભારતીય ગણ વર્ત (ભગવા) પક્ષે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૫૦% ટેરિફ લાદતા, તેના વિરોધમાં ભગવા પક્ષના કાર્યકરોએ ટ્રમ્પની પ્રતિકાત્મક અંતિમ સંસ્કાર યાત્રા કાઢી, જેમાં સેંકડો કાર્યકરો ટ્રમ્પ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા.
ભગવા પક્ષના કાર્યકરોનું કહેવું છે કે ટ્રમ્પ પાકિસ્તાન સાથે મળીને ભારત સાથે દગો કરી રહ્યા છે અને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ ઘટનાક્રમ બાદ, પાર્ટીએ માત્ર પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર યાત્રા જ નહીં, પરંતુ આગામી ૧૩ દિવસ બાદ ટ્રમ્પ માટે 'મૃત્યુ ભોજન'નું પણ આયોજન કરવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત, ભગવા પક્ષે દેશભરમાં 'સ્વદેશી અપનાઓ' અભિયાન ચલાવીને અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે.
આ અનોખા વિરોધ પ્રદર્શને રાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે અને તે દર્શાવે છે કે ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે નારાજગી છે
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
