<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ડોગીનું પણ આધાર કાર્ડ નામ ટોમી, અટક જાયસવાલ

કૂતરાનું નામ છે ટોમી જાયસવાલ. માલિકનું નામ કૈલાશ જાયસવાલ છે અને જન્‍મતિથિ છે ૨૦ ડિસેમ્‍બર, ૨૦૧૦. એમાં એડ્રેસ પણ લખેલું છે અને એકદમ અસલી આધાર નંબર પણ છે

ગ્‍વાલિયર,તા.૩: ભારતમાં રહેતી દરેક વ્‍યક્‍તિનું આધાર કાર્ડ હોવું આવશ્‍યક છે. જોકે મધ્‍ય પ્રદેશના ગ્‍વાલિયરમાં તો એક ડોગીનું આધાર કાર્ડ બન્‍યું છે. એમાં તેના નામ અને તસવીર સાથે આધાર નંબર પણ લખેલો છે. સોશ્‍યલ મીડિયામાં આ ડોગીનું આધાર કાર્ડ વાઇરલ થયું છે. જોકે એ સાચું છે કે ખોટું એ હજી સાબિત નથી થઈ શક્‍યું. એમાં કૂતરાનું નામ છે ટોમી જાયસવાલ. માલિકનું નામ કૈલાશ જાયસવાલ છે અને જન્‍મતિથિ છે ૨૦ ડિસેમ્‍બર, ૨૦૧૦. એમાં ઍડ્રેસ પણ લખેલું છે અને એકદમ અસલી આધાર નંબર પણ છે.

(9:19 AM IST)