<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

પેકિંગ મટિરીયલ્‍સ પર GST રીફંડમાં બેવડા ધારાધોરણથી વેપારીઓમાં રોષ

રીફંડમાં CGSTને વાંધો નથી જ્‍યારે SGSTની સ્‍પષ્ટના જીએસટીના નિયમોનુસાર પેકિંગ મટિરીયલ્‍સ પર વેપારીને રીફંડ મળી શકે

મુંબઈ,તા.૩: જીએસટીનો કાયદો એક હોવા છતાં તેનુ અમલીકરણ કરવામાં સેન્‍ટ્રલ અને સ્‍ટેટ જીએસટીના બેવડા ધોરણોના કારણે વેપારીઓએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે પેકિંગ મટીરીયલ્‍સ પર સેન્‍ટ્રલ જીએસટી દ્વારા રીફંડ આપવામાં આવે છે. જ્‍યારે સ્‍ટેટ જીએસટી દ્વારા રીફંડ આપવાની સ્‍પષ્ટ ના પાડી દે છે. તે અંગે જાણકારોનુ કહેવું છે કે કાયદામાં રહેલી જોગવાઈ અનુસાર વેપારીઓને રીફંડ આપી શકાય તેમ હોવા છતાં સ્‍ટેટ જીએસટીના અધિકારીઓની મનમાનીને કારણે વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે.

સુરતના કાપડ ઉધોગમાં સૌથી વધુ પેકિંગ મટીરીયલ્‍સનો વપરાશ કરવામાં આવતો હોય છે. તેના પર ૧૮ ટકા ઔજીએસટીની વસુલાત કરવામાં આવતી હોય છે. જ્‍યારે વેપારી દ્વારા મહિનાના અંતે રીટર્ન ભરે ત્‍યારે પેકિંગ મટીરીયલ્‍સ પર ચુકવવામાં આવેલા રીફંડ માટેની અરજી કરતા હોય છે. પરંતુ સ્‍ટેટ જીએસટીમાં આવી અરજીને દફતરે કરી દેવામાં આવે છે. એટલે કે રીફંડ નામંજુર કરતો નિર્ણય કરવામાં આવે છે. તેની સામે સેન્‍ટ્રલ જીએસટી દ્વારા અરજીને મંજુરી આપીને રીફંડ ચુકવવામાં આવતું હોય છે. જોકે આ અંગે વખતો વખત સ્‍ટેટ જીએસટીના અધિકારીઓને લેખિત અને મૌખિક રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી રીફંડ ચુકવવામાં આડોડાઇ કરવામાં આવી રહી હોવાના લીધે વેપારીઓના લાખ્‍ખો રુપિયા અટવાયા છે.

સ્‍ટેટ GSTમાં વેપારીઓને ઇન્‍સપેકટર રાજનો અનુભવ

રીફંડ આપવામાં દર વખતે સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા નવા નવા નિયમો બનાવી દેવામાં આવતા હોય છે. હાલમાં જ જે વેપારીઓએ આઇટીસી ૦૪ ભર્યું નહીં હોય તેવા વેપારીઓના રીફંટ અટકાવી દેવામાં આવતા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં સ્‍ટેટ જીએસટીના અધિકારીઓના પેટનુ પાણી હલતું નથી. આ માટે જ સીએની વિવિધ સંસ્‍થા અને ટેક્‍સ કન્‍સલટન્‍ટની સંસ્‍થા સાથે જોડાયેલાઓ દ્વારા સમયાંતરે જીએસટી લાગું થયા બાદ પણ ઇન્‍સપેકટર રાજનો અંત હજુ આવ્‍યો નહીં હોવાની વાત કરતા હોય છે.

(9:20 AM IST)