<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

DRIએ કન્નડ એક્‍ટ્રેસ રાન્‍યા રાવને રૂ.૧૦૨ કરોડનો દંડ ફટકાર્યો

નવી દિલ્‍હી,તા.૩: દુબઈથી ગેરકાયદે સોનાની હેરાફેરીના મામલામાં જેલની સજા કાપી રહેલી અભિનેત્રી રાન્‍ય રાવને ડીઆરઆઈ દ્વારા રૂ.૧૦૨.૫૫ કરોડનો દંડ ભરવાની નોટિસ આપવામાં આવી છે. કેમ્‍પગોડા આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ગેરકાયદે સોનાની તસ્‍કરી કરવાના આક્ષેપમાં પોલીસે અભિનેત્રી રાન્‍ય રાવની ધરપકડ કરી હતી. આ દરમિયાન ડીઆરઆઈના અધિકારીઓએ રાન્‍યા રાવની પાસેથી ૧૪.૮ કિલોગ્રામ સોનુ જપ્ત કર્યું હતું.

ડીઆરઆઈને તપાસમાંથી જાણવા મળ્‍યું કે રાન્‍ય રાવ લગભગ ૧૫ દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી અને દરેક વખતે સોનાની હેરાફેરી કરી હતી. હવે આ મામલામાં ડીઆરઆઈ તરફથી ૧૦૨.૫૫ કરોડ રૂપિયાનો દંડ ભરવાની નોટિસ આપવામાં આવી છે. બીજી સપ્‍ટેમ્‍બરે રાન્‍યા સહિત ચારેય આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્‍યા હતા અને નોટિસ આપી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે દંડ નહીં ભરવા પર સંપત્તિ જપ્ત થઈ શકે છે.(૪૦.૩)

(10:33 AM IST)