<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

૩૬ આવશ્‍યક દવાઓ પરથી GST દૂર થઈ શકે છે

એનેસ્‍થેટિક્‍સ, મેડિકલ ગ્રેડ ઓક્‍સિજન, પાટો, ડાયગ્નોસ્‍ટિક કીટ, સર્જિકલ રબર ગ્‍લોવ્‍સ, બ્‍લડ ગ્‍લુકોઝ મોનિટરિંગ સિસ્‍ટમ્‍સ, ગોગલ્‍સ, શ્‍વાસ લેવાનું ઉપકરણ, ગેસ માસ્‍ક અને કેટલીક દવાઓ પર કર દર ૧૨% થી ઘટાડીને ૫% કરવાનો પ્રસ્‍તાવ

નવી દિલ્‍હી, તા.૩: કેન્‍દ્ર સરકારે GST કાઉન્‍સિલની બેઠક પહેલા ૩૬ દવાઓ અને ૨૫ તબીબી ઉપકરણો પર ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) દરમાં ઘટાડો કરવાનો પ્રસ્‍તાવ મૂકયો છે. હાલમાં ૫% GST ધરાવતી ત્રણ દવાઓ - Agalsidase Beta, Imiglucerase અને Eptacog Alfa, જે આનુવંશિક અને રક્‍ત સંબંધિત રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે, તેના પરનો કર શૂન્‍ય કરવાનો પ્રસ્‍તાવ છે. બાકીની ૩૩ દવાઓ, જેમાંથી મોટાભાગની કેન્‍સરની સારવારમાં વપરાય છે, તેના પરનો ૧૨% GST ઘટાડીને શૂન્‍ય કરવાનો પ્રસ્‍તાવ છે.

ઉદ્યોગ નિષ્‍ણાતો કહે છે કે આ પગલું ગંભીર રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ અને ઉપચાર પરના GST દરોને સરળ અને એકીકળત કરશે. ખાસ કરીને જે દવાઓ રાષ્‍ટ્રીય આવશ્‍યક દવાઓની સૂચિ (NLEM) માં સમાવિષ્ટ છે તે આ રાહતને કારણે સીધી સસ્‍તી થશે. ભારતીય દવા ઉત્‍પાદક સંગઠન (IDMA) ની ન્‍યુટ્રાસ્‍યુટિકલ સમિતિના અધ્‍યક્ષ આર.કે. સંઘવીએ જણાવ્‍યું હતું કે, હાલમાં, NLEM દવાઓ પર કરવેરા મોટાભાગે મનસ્‍વી છે, જ્‍યારે આ આવશ્‍યક દવાઓ છે અને GST નિયમો અનુસાર, તેના પર કોઈ કર લાદવો જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે મહત્‍વપૂર્ણ દવાઓ પર શૂન્‍ય કર દરનો પ્રસ્‍તાવ દર્દીઓને મોટી રાહત આપશે અને તેમને સીધો ફાયદો થશે.

નિષ્‍ણાતો કહે છે કે પ્રસ્‍તાવિત કર ઘટાડાથી ફાર્માસ્‍યુટિકલ કંપનીઓને કોઈ મોટી રાહત મળશે નહીં, કારણ કે મોટાભાગની API (સક્રિય ફાર્માસ્‍યુટિકલ ઘટકો), જેમાંથી દવાઓ બનાવવામાં આવે છે, તેમના પર ૧૮% GST વસૂલવામાં આવે છે. જો તૈયાર દવાઓ પર કર દર ઘટાડીને શૂન્‍ય કરવામાં આવે છે, તો તે સમસ્‍યાને વધુ વકરી દેશે અને ઉલટા ડ્‍યુટી માળખાની પરિસ્‍થિતિનું નિર્માણ કરશે. એક ફાર્મા વિશ્‍લેષકના મતે, ફાર્મા કંપનીઓ પહેલાથી જ ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ (ITC) ના સંચયની સમસ્‍યાનો સામનો કરી રહી છે, જે તેમની કાર્યકારી મૂડીમાં ફસાઈ ગઈ છે અને સ્‍થાનિક ફાર્માસ્‍યુટિકલ કંપનીઓની વૈશ્વિક સ્‍પર્ધાત્‍મકતાને અસર કરી રહી છે.

GST  દરમાં ઘટાડો આ સમસ્‍યાને વધુ વધારી શકે છે. તબીબી ઉપકરણો પર કર ઘટાડીને ૫% કરવાનો પ્રસ્‍તાવ. આ દરમિયાન, સરકારે તબીબી ઉપકરણો પર GST દર ઘટાડવાનો પણ પ્રસ્‍તાવ મૂકયો છે. - પ્રથમ શ્રેણીઃ એનેસ્‍થેટિક્‍સ, મેડિકલ ગ્રેડ ઓક્‍સિજન, પાટો, ડાયગ્નોસ્‍ટિક કીટ, સર્જિકલ રબર ગ્‍લોવ્‍સ, બ્‍લડ ગ્‍લુકોઝ મોનિટરિંગ સિસ્‍ટમ્‍સ, ગોગલ્‍સ, શ્વાસ લેવાનું ઉપકરણ, ગેસ માસ્‍ક અને કેટલીક દવાઓ પર કર દર ૧૨% થી ઘટાડીને ૫્રુ કરવાનો પ્રસ્‍તાવ છે. - બીજી શ્રેણીઃ ભૌતિક અથવા રાસાયણિક વિશ્‍લેષણમાં ઉપયોગમાં લેવાતા થર્મોમીટર અને સાધનો પર ઞ્‍લ્‍વ્‍ દર ૧૮% થી ઘટાડીને ૫% કરવાનો પ્રસ્‍તાવ છે.

(11:31 AM IST)