News of Wednesday, 3rd September 2025
ભારતમાં બનેલી ચિપ્સ પર ચાલશે દુનિયા ! ૧ ટ્રિલિયન ડોલરના બજાર પર નજર : અમેરિકા - ચીનનું વર્ચસ્વ તૂટશે
ભારતમાં સેમિકન્ડક્ટર ચિપના ૧૦ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે : સેમિકન્ડક્ટર ચિપને આધુનિક મશીનોનું હૃદય કહેવામાં આવે છે : આ જ કારણ છે કે આખી દુનિયા તેના ઇકોસિસ્ટમને કબજે કરવા માંગે છેઃ અમેરિકા અને ચીન વચ્ચેની લડાઈનું આ જ વાસ્તવિક કારણ છે : હવે ભારત પણ આ રેસમાં કૂદી પડ્યું છે

નવી દિલ્હી, તા.૩: રાજધાનીમાં આયોજિત સેમિકોન ઇન્ડિયા ૨૦૨૫ કોન્ફરન્સમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે એક મોટું અને તેજસ્વી વિઝન રજૂ કર્યું. તેમણે જાહેરાત કરી કે દેશમાં ૧૮ અબજ ડોલર (૧.૫ લાખ કરોડ રૂપિયાથી વધુ)ના ૧૦ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. પીએમએ કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં બનેલી સૌથી નાની ચિપ વિશ્વમાં સૌથી મોટો ફેરફાર લાવશે.
ભારતનું ધ્યાન સ્થાનિક રીતે બનેલી ચિપ્સ દ્વારા ઉભરતી ટેકનોલોજીઓને સશક્ત બનાવવાનું છે. ભારત ઼૧ ટ્રિલિયનના વૈશ્વિક ચિપ માર્કેટમાં નોંધપાત્ર હિસ્સો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. પીએમએ કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં બનેલું સૌથી નાનું ઉપકરણ વિશ્વમાં સૌથી મોટો પરિવર્તન લાવશે. મોદીએ કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે વિશ્વ કહેશે ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, વિશ્વ દ્વારા વિશ્વસનીય.' સેમિકન્ડક્ટર મિશન ફક્ત ચિપ ઉત્પાદન સુધી મર્યાદિત નથી. તેના બદલે, ભારત એક મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે. આ દેશને આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.
ભારત બેકએન્ડ કામગીરીથી આગળ વધીને ફુલપ્રસ્ટેક સેમિકન્ડક્ટર રાષ્ટ્ર બનશે. આમાં ઉત્પાદન, પેકેજિંગ અને હાઇ-ટેક ઉપકરણોનો સમાવેશ થશે. સરકાર ઁફાઇલ-ટુ-ફેક્ટરીઃ સમય ઘટાડવા પર કામ કરી રહી છે. નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત છે અને પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડેલ હેઠળ સેમિકન્ડક્ટર પાર્ક બનાવવામાં આવી રહ્યા છે.
પ્રોજેક્ટ્સ શું છે? : સીજી પાવરનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ૨૮ ઓગસ્ટથી કાર્યરત થઈ ગયો છે. કેન્સ ટેકનોલોજીનો પાયલોટ પણ ટૂંક સમયમાં શરૂ થશે. માઇક્રોન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સની ટેસ્ટ ચિપ્સ ઉત્પાદનમાં છે અને આ વર્ષે વ્યાપારી ચિપ ઉત્પાદન શરૂ થશે. એકંદરે, હાલમાં ૧૦ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. જેમાં ૧૮ બિલિયન ડોલરથી વધુનું રોકાણ છે. આ ઉપરાંત, ભારત નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન પર કામ કરી રહ્યું છે અને સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રોજેક્ટ્સ અને રોકાણો : કુલ ચાલુ પ્રોજેક્ટ્સઃ ૧૦, આ પ્રોજેક્ટ્સમાં કુલ રોકાણઃ $૧૮ બિલિયનથી વધુ, હાલનું વૈશ્વિક બજારઃ ૬૦૦ બિલિયન, સંભવિત વળદ્ધિઃ $૧ ટ્રિલિયનથી વધુ
ઊંચી ઉડાન ભરવાની તૈયારીઃ -સરકારી સહાયઃ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી સચિવ એસ કળષ્ણને મંગળવારે જણાવ્યું હતું કે મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને કેન્દ્ર અને રાજ્યો તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચના ૭૦% સુધીના પ્રોત્સાહનો મળતા રહેશે.- કેટલું યોગદાનઃ કેન્દ્ર સરકાર ૫૦% મૂડી સહાય પૂરી પાડે છે, જ્યારે રાજ્ય સરકારો કુલ પ્રોજેક્ટ ખર્ચના લગભગ ૨૦% પ્રોત્સાહનો પૂરી પાડે છે.DLI યોજનાનું વિસ્તરણઃ ડિઝાઇન-લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI) યોજનાનો વ્યાપ વધારવામાં આવશે, જેથી મોટી સ્થાનિક કંપનીઓને પણ ટેકો મળી શકે અને અનુદાન પણ વધારવામાં આવશે.-હાલની અનુદાનઃ હાલમાં, સેમિકન્ડક્ટર ડિઝાઇનમાં રોકાયેલા MSMEઅને સ્ટાર્ટઅપ્સને DLI યોજના હેઠળ ઼૨ મિલિયન સુધીનો ફાયદો મળે છે. -મીડિયાટેક ઇન્ડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ૪-૫ વર્ષમાં, ઉદ્યોગને જબરદસ્ત ટેકો મળ્યો છે.(
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
