<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

સોનામાં પુરપાટ વેગે તેજી યથાવત : ૧૦ ગ્રામના ભાવ ૧૦૯૦૦૦ રૂા.ની નવી ટોચે

આજે વધુ ૧૦૦૦ રૂા.નો ઉછાળો : છેલ્લા ૯ દિવસમાં સોનામાં પર૦૦ રૂપીયાનો તોતીંગ ઉછાળો : આજે ચાંદીના ભાવ સ્‍થિર રહયા

 

રાજકોટ, તા., ૩ : સોનામાં પુરપાટ વેગે તેજીનો દોર યથાવત રહેતા સતત છઠ્ઠા દિવસે ભાવમાં વધારો થયો હતો. આજે વધુ ૧૦૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનાનો ભાવ ૧,૦૯,૦૦૦ની નવી ટોચની સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૧૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧૦૮૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧૦૯૦૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. સોનાના બિસ્‍કીટમાં ૧૦,૦૦૦ રૂપીયા વધ્‍યા હતા. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,૮૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૦,૯૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. જો કે ચાંદીના ભાવમાં આજે કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,ર૬,૦૦૦ રૂા.ની સપાટીએ યથાવત રહયા હતા.

સોનામાં ૧૦ ગ્રામે છેલ્લા ૯ દિવસમાં પર૦૦ રૂપીયાનો તોતીંગ ભાવવધારો થયો હતો. યુએસ અને ચીન ટ્રેડ ટેન્‍શન અને યુરોપીયન અર્થતંત્રની અનિヘતિતાના કારણે  સોના-ચાંદીના ભાવો સતત વધી રહયા છે.  રોકાણકારો માટે સોનુ સોનેરૂ બન્‍યું છે. જયારે સામાન્‍ય ખરીદદારો માટે મુશ્‍કેલ બન્‍યું છે. (૪.૧૧)

(2:56 PM IST)