<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

આગ્રામાં વધુ એક મોટા ધર્માંતરણ કૌભાંડનો પર્દાફાશ :હિન્દુથી ખ્રિસ્તી બનેલો યુવક જ માસ્ટરમાઈન્ડ: ત્રણ મહિલા સહીત 8 લોકોની ઘરપકડ

પ્રાર્થનાસભાના નામે લોકોની ભીડ એકઠી થતી :ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ અને લાલચ અપાતી : પોલીસે દરોડા દરમિયાન 15 બાઈબલ, 3 ગીતા, 4 ડાયરી, 6 મોબાઈલ, 2 કાર અને રોકડ રકમ કબજે કરી

 યુપીના આગ્રા જિલ્લાના શાહગંજ વિસ્તારમાં આવેલ કેદાર નગર કોલોનીમાં પોલીસે વધુ એક મોટા ધર્માંતરણ કૌભાંડનો ભંડાફોડ કર્યો છે. અહીં દર રવિવારે “પ્રાર્થના સભા”ના નામે લોકોની ભીડ એકઠી થતી હતી, પરંતુ હકીકતમાં આ સભા દ્વારા હિંદુઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દબાણ અને લાલચ આપવામાં આવી રહ્યા હતા. પોલીસે આ અડ્ડા પર દરોડો પાડી સંચાલક રાજકુમાર લાલવાણી સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે, જેમાં 3 મહિલાઓ પણ સામેલ છે. તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે અને પોલીસ હવે બાકીના શખ્સોની શોધખોળ કરી રહી છે.

આ સમગ્ર મામલો શાહગંજ વિસ્તારના રહેવાસી સુનીલ કરમચંદાની અને ધનશ્યામ હેમલાનીની ફરિયાદ બાદ બહાર આવ્યો. તેમણે આ વિષય પર શિક્ષા મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયને માહિતગાર કર્યા, જેમણે શાહગંજ પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. પોલીસ ટીમે કેદાર નગર કોલોનીમાં રાજકુમાર લાલવાણીના ઘર પર ગુપ્ત નજર રાખીને પુરાવા એકત્ર કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે, પ્રાર્થના સભા દરમિયાન બાઈબલના પાઠ ભણાવવામાં આવતા અને લોકોને સમજાવવામાં આવતું કે પ્રભુ ઈસાની પ્રાર્થનાથી તમામ દુઃખ અને બીમારીઓ દૂર થઈ જાય છે, જ્યારે ચાંદલો કરવાથી કે દોરા બાંધવાથી કોઈ લાભ થતો નથી.

સભામાં આવનાર લોકોને વધુમાં કહેવામાં આવતું કે મસીહ સમાજ બહુ મોટો છે અને ગરીબો માટે ઘણી સેવા કરે છે. બાળકોને મિશનરી સ્કૂલોમાં મફતમાં શિક્ષણ મળે છે, આરોગ્ય સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે અને ખ્રિસ્તી બન્યા બાદ રોજગારી પણ સરળતાથી મળી રહે છે. આ પ્રકારના દાવાઓથી અનેક ગરીબ અને અજાણ લોકો આકર્ષાઈને સભામાં આવવા લાગ્યા હતા. ખાસ કરીને ગંભીર રીતે બીમાર દર્દીઓને સમજાવવામાં આવતું કે ઈસાની પ્રાર્થના સાંભળવાથી તેઓ સ્વસ્થ થઈ શકે છે, જેના કારણે દર્દીઓ પણ સભામાં સારવાર માટે આવતા હતા.

પોલીસે દરોડા દરમિયાન 15 બાઈબલ, 3 ગીતા, 4 ડાયરી, 6 મોબાઈલ, 2 કાર અને રોકડ રકમ કબજે કરી છે. સાથે જ જાણવા મળ્યું કે રાજકુમાર લાલવાણી મોબાઈલ પર “Church of God Agra” નામનું વોટ્સએપ ગ્રુપ ચલાવતો હતો, જેમાં લગભગ 86 સભ્યો જોડાયેલા હતા. આ ઉપરાંત, “Church of God Agra” નામની યૂટ્યુબ ચેનલ પણ સંચાલિત થઈ રહી હતી, જેના માધ્યમથી વધુ લોકોને પ્રભાવિત કરવામાં આવતાં હતા.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના ગેરકાયદેસર ધર્માંતરણના કેસો પહેલા પણ અનેક વખત પકડાયા છે અને આ મામલે સઘન તપાસ ચાલુ છે. આ સમગ્ર કાવતરામાં અન્ય કોણ-કોણ લોકો સંકળાયેલા છે તેની તપાસ માટે પોલીસે અલગથી ટીમો બનાવી દીધી છે. આ ઘટનાએ ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે સંગઠિત રીતે પ્રચાર અને લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ આગ્રા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં સક્રિય છે.

(6:29 PM IST)