News of Wednesday, 3rd September 2025
ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' પર એક નવો વિડિઓ બહાર પાડ્યો: પાકિસ્તાનમાં આતંકી માળખાનો નાશ કેવી રીતે થયો ? જુઓ વિડિઓ
આ વિડીયો સ્પષ્ટપણે દર્શાવે છે કે પાકિસ્તાનમાં આતંકવાદી માળખાઓને કેવી રીતે નિશાન બનાવાયા :'ઓપરેશન સિંદૂર' સંબંધિત આ વિડીયો સેનાના ઉત્તરી કમાન્ડ દ્વારા X પર પોસ્ટ કરાયો

નવી દિલ્હી : ભારતીય સેનાએ બુધવારે સાંજે સોશિયલ મીડિયા પર 'ઓપરેશન સિંદૂર'નો એક નવો વીડિયો રિલીઝ કર્યો. આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે પાકિસ્તાનમાં આતંકવાદી માળખાઓને કેવી રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા અને ભારતીય સેનાની કાર્યવાહીમાં તેનો નાશ કેવી રીતે કરવામાં આવ્યો હતો. 'ઓપરેશન સિંદૂર' સંબંધિત આ વીડિયો સેનાના ઉત્તરી કમાન્ડ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સેનાએ કહ્યું કે તેનું ઓપરેશન 'સંયમને નિર્ણાયક પ્રતિભાવમાં ફેરવવાનું' એક ઉત્તમ ઉદાહરણ છે.
X પરની પોતાની પોસ્ટમાં, ઉત્તરી કમાન્ડે કહ્યું, 'ભારતીય સેનાના સચોટ હુમલાઓ, આતંકવાદી માળખાને નષ્ટ કરવા અને પહેલગામ હત્યાકાંડના ગુનેગારોને ખતમ કરવા, આ ક્ષેત્રમાં શાંતિને પ્રોત્સાહન આપવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ વીડિયોમાં એ પણ સમજાવવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કેવી રીતે થયો. આ એક એવો પ્રશ્ન છે જેણે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે, કારણ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરી ચૂક્યા છે કે તેઓ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનું કારણ હતા. જ્યારે ભારત સરકાર ટ્રમ્પના દાવાને નકારી રહી છે. એવું કહેવાય છે કે ટ્રમ્પ આનાથી કથિત રીતે ગુસ્સે છે. વીડિયોમાં સેનાનો સંદેશ એ છે કે ભારત કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારતું નથી
૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, પાકિસ્તાનના આતંકવાદીઓએ પહેલગામ નજીક બૈસરન ખીણમાં રજાઓ મનાવી રહેલા લોકો પર ક્રૂર હુમલો કર્યો. આ હુમલામાં કુલ ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા. આતંકવાદીઓએ લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી મારી નાખ્યા. માર્યા ગયેલા મોટાભાગના લોકો હિન્દુ પ્રવાસીઓ હતા. આ હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ ૬-૭ મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું. ભારતીય સેનાએ પોતાના હુમલાઓથી પાકિસ્તાન અને કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી માળખાનો નાશ કર્યો.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
