News of Thursday, 4th September 2025
પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયાઃ ‘૪૦% સ્પેશિયલ જીએસટી'
કેટલીક લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ

નવી દિલ્હી તા.૪: જીએસટી કાઉન્સિલે બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ ૫ ટકા અને ૧૮ ટકા મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન ૧૨ ટકા અને ૨૮ ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલી લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ લગાવાયા છે. બેઠકમાં હાજર તમામ સભ્યો તમાકૂ ઉત્પાદનો પર ૪૦ ટકા ટેક્સ લાદવા માટે સંમત થયા છે. તો જાણીએ કયા કયા ઉત્પાદનો પર ૪૦ ટકા લાદવામાં આવ્યો.
આ ચીજવસ્તુઓ પર ૪૦ ટકા જીએસટી
સુપર લક્ઝરી ચીજવસ્તુઓ
પાન મસાલા
સિગારેટ ગુટખા
ચાવવાની તમાકુ
જરદા
એડેડ શુગર, કાર્બોનેટેડ ડ્રિંક્સ
વ્યક્તિગત ઉપયોગ માટે એરક્રાફટ
લક્ઝરી કાર
ફાસ્ટ ફૂડ(૩૮.૧૪)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
