૨૦૦૭ના હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા બાદ તેઓ તેમના નિવાસસ્થાને આવતા તેમના સમર્થકો ઉમટયા
મુંબઈ તા.૪ ;૧૭ વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા બાદ મુંબઈના પ્રખ્યાત ગૅન્ગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુંબઈના અંડરવર્લ્ડ ડૉન અરુણ ગવળી ઉર્ફે ‘ડૅડી’ આખરે ૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ નાગપુર જેલમાંથી બહાર આવ્યો છે. ૨૦૦૭ના હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા બાદ તેઓ તેમના નિવાસસ્થાને મુંબઈની પ્રખ્યાત દગડી ચાળ પહોંચ્યા હતા.