<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ફ્લોરિડા: અમેરિકાના વોલમાર્ટમાં ભયનો માહોલ: તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો, પોલીસ અધિકારી ઘાયલ!: જુઓ વિડિયો

અમેરિકાના શહેરોમાં જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાને લઈને આ ઘટનાએ ફરી એકવાર સવાલો ઉભા કર્યા: તે લોકોમાં પેદા કરી રહી છે ભય અને અસુરક્ષાનો માહોલ

ન્યુ યોર્ક, 4 સપ્ટેમ્બર 2025: અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ફરી એકવાર હિંસાની ઘટના બની છે. ફોર્ટ પીયર્સ શહેરમાં એક વોલમાર્ટ સ્ટોરમાં અચાનક એક વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર (માચેટ) વડે હુમલો કર્યો, જેના કારણે સ્ટોરમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો. હુમલાખોરને રોકવાનો પ્રયાસ કરતા એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયો છે.

પોલીસે આ ઘટનાનો બોડીકેમ વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં હુમલાની ભયાનકતા જોઈ શકાય છે. આ ઘટનાએ અમેરિકામાં ગન વાયોલન્સ ઉપરાંત તીક્ષ્ણ હથિયારોથી થતા હુમલાઓ અંગે પણ ચિંતા વધારી છે. આ હુમલાખોર કોણ હતો અને હુમલા પાછળનો હેતુ શું હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમેરિકાના શહેરોમાં જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાને લઈને આ ઘટનાએ ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. આ પ્રકારની ઘટનાઓ લોકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ પેદા કરી રહી છે.

 

(4:55 PM IST)