ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
સિંગાપોરના પ્રવાસે જવાનો પ્લાન છે? તો આ સુંદર દેશની મુલાકાત દરમિયાન કોઈપણ મુશ્કેલીથી બચવા આ વાત ધ્યાનથી વાંચી લો, નહીં તો જેલ કે લાઠી ખાવાનો વારો આવશે!
આ કાયદાઓ સિંગાપોરને આટલું સ્વચ્છ અને સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે. તેથી, કોઈપણ મુશ્કેલીથી બચવા માટે, નિયમોની જાણકારી રાખવી એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય

મુંબઈ, 4 સપ્ટેમ્બર 2025: સિંગાપોર... સ્વચ્છતા, સુંદરતા અને વૈશ્વિક વ્યવસ્થા માટે જાણીતું એક એવું શહેર, જે ઘણા ભારતીયો માટે રજાઓ ગાળવા માટેનું લોકપ્રિય સ્થળ છે. પરંતુ આ આકર્ષક શહેરની સફર કરવા પહેલા તમારે ત્યાંના ચુસ્ત કાયદાઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. અહીંના નિયમોનું ઉલ્લંઘન કરવા પર ભારે દંડ, જેલ, અને ગંભીર ગુનાઓમાં તો લાઠી મારવાની સજા પણ થઈ શકે છે.
ટૂરિસ્ટોએ ખાસ કરીને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અહીં જાણો:
સિંગાપોરમાં શું ન કરવું જોઈએ: એક માર્ગદર્શિકા
• ચ્યુઇંગ ગમ: સિંગાપોરમાં ચ્યુઇંગ ગમ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો તમે ગમની આયાત કરો છો કે ગમે ત્યાં ફેંકી દો છો, તો તમને SG $1,000 (લગભગ ₹61,000) સુધીનો દંડ થઈ શકે છે. જોકે, નિકોટિન અને ડેન્ટલ ગમ જેવા અમુક ખાસ કિસ્સાઓમાં છૂટ છે.
• કચરો ફેંકવો: સિંગાપોરમાં કચરા પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ છે. સિગારેટનો ટુકડો કે નાની રસીદ પણ ગમે ત્યાં ફેંકશો તો SG $300 (લગભગ ₹18,000)નો દંડ થશે. જો મોટી વસ્તુ ફેંકતા પકડાયા તો કોર્ટમાં પણ જવું પડી શકે છે.
• જાહેર નગ્નતા: કોઈપણ જાહેર જગ્યાએ નગ્નતા કાયદાકીય ગુનો છે, જેમાં હોટેલના રૂમમાં ખુલ્લી બારી પાસે ઊભા રહેવું પણ સામેલ છે. આવા ગુના માટે SG $2,000 (લગભગ ₹1.22 લાખ)નો દંડ કે ત્રણ મહિનાની જેલની સજા થઈ શકે છે.
• ધૂમ્રપાન: બસ સ્ટોપ, રમતગમતના મેદાનો અને હોસ્પિટલો જેવી જગ્યાએ ધૂમ્રપાન કરવા પર SG $200 થી $1,000નો દંડ થઈ શકે છે. ઈ-સિગારેટનો ઉપયોગ, કબજો કે વેચાણ કરવું તો ગેરકાયદેસર છે.
• રોંગ સાઇડથી રસ્તો ઓળંગવો (Jaywalking): નિયુક્ત રાહદારી માર્ગ (ઝીબ્રા ક્રોસિંગ) પરથી જ રસ્તો પાર કરવો ફરજિયાત છે. જો તમે નિયમ તોડશો તો તમને $1,000નો દંડ કે જેલની સજા થઈ શકે છે.
• ડ્રગ્સ અને વાન્ડાલિઝમ: સિંગાપોરમાં ડ્રગ્સ રાખવા કે તેનો વેપાર કરવા પર અત્યંત કડક કાયદા છે, જેમાં જેલ, ભારે દંડ અને ગંભીર કેસોમાં મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે. જાહેર કે ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવા પર દંડ, જેલ અને શારીરિક સજા (લાઠી મારવાની) જોગવાઈ છે.
• MRTમાં ખાવું-પીવું: સિંગાપોરની મેટ્રો ટ્રેન (MRT) અને સ્ટેશનો પર ખાવા કે પીવા પર પ્રતિબંધ છે. આ નિયમનો ભંગ કરવા પર SG $500 (લગભગ ₹30,500) નો દંડ થઈ શકે છે.
• પબ્લિક શૌચાલય ફ્લશ ન કરવું: જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તેને ફ્લશ ન કરવું એ પણ ગુનો માનવામાં આવે છે. ઘણી જગ્યાએ એલિવેટરમાં પણ યુરિન સેન્સર લાગેલા હોય છે જે તરત જ પોલીસને જાણ કરે છે.
આ કાયદાઓ ભલે કડક લાગે, પરંતુ તે સિંગાપોરને આટલું સ્વચ્છ અને સુરક્ષિત બનાવવામાં મદદ કરે છે. તેથી, આ સુંદર દેશની મુલાકાત દરમિયાન કોઈપણ મુશ્કેલીથી બચવા માટે, આ નિયમોની જાણકારી રાખવી જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
